________________
ચલે દિલ્લી હું માત્ર મારી જિંદગી અને મારી ભાવિ કારકિર્દીને જ નહિ પણ તેથીયે વધુ, મારા પક્ષના ભાવિને હેડમાં મૂકતો હતો. હિંદ બહારની પ્રવૃત્તિ વિના આપણે આઝાદી મેળવી શકશું એવી મને જરા પણ આશા હતી તે મેં કટોકટીના કાળ દરમ્યાન હિંદ છોડયું ન હોત. જે મને જરા પણ આશા હેત કે આપણી જિંદગી દરમ્યાન આપણે આ યુદ્ધમાં સાંપડી છે તેવી આઝાદી મેળવવાની બીજી સોનેરી તક સાંપડશે તે હું ઘર છોડીને આ રીતે નીકળ્યો હોત કે કેમ તે શંકા છે.
ધરીસત્તાઓ સંબંધે માત્ર એક પ્રશ્નને જવાબ આપવો ભારે બાકી રહે છે. એમણે મને ભોળવ્યો હોય અથવા ફસાવ્યું હોય એ શકય છે ખરું ? સૌથી લુચા રાજપુ બ્રિટનના જ છે એ વાત તો સૌ કેઈ સ્વીકારશે એમ હું માનું છું. જિંદગીભર જે માણસે બ્રિટિશ રાજપુરુષો સાથે કામ કર્યું છે અને લડો છે તે માણસ દુનિયાના બીજા મુત્સદ્દીઓથી કદી ભેળવાય નહિ. જે બ્રિટિશ મુત્સદ્દીએ મને ભોળવવામાં કે દબાવવામાં નિષ્ફળ ગયા હોય તે, બીજા કોઈ મુત્સદ્દીઓ એમ કરવામાં સફળ થઈ શકે નહિ. અને જેને હાથે મને લાંબે કારાવાસ, દમન અને શારીરિક ઇજા સહન કરવી પડેલ છે એ બ્રિટિશ સરકાર મને ઢીલું પાડવાને નિષ્ફળ ગઈ હોય, તે બીજી કોઈ સત્તા એમ કરવાની આશા રાખી શકે નહિ. હિંદ છોડયા બાદ મેં એવું કંઇ પણ નથી કર્યું કે જેને લીધે મારા દેશનાં હિતો કે સ્વમાનને લેશ માત્ર પણ આંચ આવે.
એક એ યે વખત હતા જ્યારે જાપાન આપણું શત્રુ સાથે મૈત્રીસંબંધે સંકળાયેલું હતું. જ્યાં સુધી એંગ્લે-જાપાન સંબંધ કાયમ હતા ત્યાં લગી હું જાપાન ગયો જ નહિ. પણ જાપાને જ્યારે મારા મત અનુસાર એના ઈતિહાસનું સૌથી વધુ મહત્વનું પગલું ભર્યું એટલે કે બ્રિટન અમેરિકાની સામે યુદ્ધની જાહેરાત કરી, ત્યારે મેં મારી સ્વતંત્ર ઈચ્છાથી જાપાનની મુલાકાત લેવાનો નિશ્ચય કર્યો. ૧૯૭–૩૮માં મારા અનેક દેશબાન્ધવની પેઠે મારી સહાનુભૂતિ પણ ચૂંગકિંગ પ્રત્યે જ હતી. કોંગ્રેસના અધ્યક્ષપદેથી ૧૯૩૮ ના ડિસેમ્બરમાં ચૂંગકિંગમાં મેં એક તબીબી મિશન મોકલ્યું હતું તે પણ આપને યાદ હશે.
મહાત્માજી, સ્વળ વચનની બાબત હિંદી લેકો કેટલા ઊંડા શંકાશીલ છે તે આપ બીજા કરતાં ઘણી જ વધારે સારી રીતે સમજે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com