________________
જય હિન્દ
ઓસરતાં પૂર
ઓગસ્ટ ૧૩, ૧૯૪૪ સંધના મુખ્ય મથકે, આજે નેતાજીએ તમામ પ્રધાન કાર્યકર્તાઓ સમક્ષ એક પ્રવચન કર્યું. બધાંય ખાતાના વડાઓ તથા પ્રધાને અને સલાહકાર હાજર હતા. યુદ્ધની સ્થિતિને તેમણે ખ્યાલ આવે. તેમણે કહ્યું:
આપણે યુદ્ધ શરૂ કરવામાં બહુ મોડા પડયા. વર્ષાઋતુ આપણું ગેરલાભમાં હતી. આપણું માર્ગો જળબંબાકાર હતા.
નદીઓમાં સામે પ્રવાહે આપણે વહાણ ચલાવવાં પડતાં. આની સામે આપણું દુશ્મને કને પ્રથમ પંક્તિના માર્ગે મેજૂદ હતા. વરસાદની શરૂઆત થાય તે પહેલા જ ઈમ્ફાલ સર થાય તે જ આપણું ગાડું આગળ ચાલે એમ હતું. અને આપણે ઇમ્ફાલ સર કરી પણ શકત...પણ આપણી પાસે વિમાની પીઠબળ નહતું...અને દુશમનેને આજ્ઞા હતી કે ઈમ્પાલનું મરણિયા બનીને જતન કરજે-છેલો સિપાહી ઢળે ત્યાં સુધી. આપણે જાનેવારીમાં જ શરૂ કરી દીધું હત તે જરૂર ફળીભૂત થાત. વરસાદ શરૂ થયો તે પહેલાં મોરચાના પ્રત્યેક ભાગમાં કાં તો આપણે ટકી રહ્યા હતા અને કાં તે આગળ વધ્યા હતા. બારાકાન વિસ્તારમાં દુશ્મનને બાપણે આંતરીને ઊભા હતા. કાલાદાનમાં દુશ્મનના કૂરચા ઉડાવીને સીધા આપણે આગળ વધ્યા હતા. ટિડિમમાં આપણે
આગળ વધ્યા હતા. પાલેલ અને કહીમામાં આપણે આગળ વધ્યા હતા. કાકા વિસ્તારમાં આપણે એમને આંતરીને ઊભા હતા. અને આ બધું દુશમન સંખ્યાબળમાં અને શસ્ત્રસરંજામ તથા ખાધાખોરાકીની દષ્ટિએ આપણાં કરતાં ચટિ યાતા હતા–તે છતાં,
“વરસાદ શરૂ થયો ત્યારે ઈમ્ફાલ ઉપરના આક્રમણને આપણે મફફ રાખવું પડયું દુશ્મને યાંત્રિક દળે ઉતારવા સમર્થ થયા. કેહીમા-ઇમ્ફાલ મામતેમણે ફરી કબજે કર્યો. પછી પ્રશ્ન એ ઊભો થયો કે આપણે એમને કયાં આગળ આંતરવા ? બે વિકટ હતાઃ કાં તે આપણે બિશનપુર-પાલેલ મોરચો પકડીને બેઠા રહીએ અને દુશ્મનને આગળ વધતા અટકાવીએ; અથવા તે આપણે થોડી પીડા કરીને જરા વધારે સલામત ઠાણે પડાવ નાખીએ.
૧૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com