Book Title: Jai Hind
Author(s): Vitthalbhai K Zaveri, Soli S Batliwala
Publisher: Janmabhumi Prakashan Mandir

View full book text
Previous | Next

Page 142
________________ ઓસરતાં પૂર કેજની બાબત પણ અમારી સાથે દગે રમવામાં આવ્યો છે. જે ઘડીએ નિઃશસ્ત્રીકરણનું કાર્ય સાંગોપાંગ પાર પડી ગયું તે જ ઘડીથી અમારા બધાય સૈનિકોને રંગૂનની સેન્ટ્રલ જેલના એક એલાયદા ભાગમાં બ્રિટિશ ચેકીપહેરા નીચે રાખવામાં આવ્યા છે. રસ્તા ઉપર મજૂરીનું કામ, બ્રિટિશ હિંદી સિનિકની દેરિખ નીચે ઝાડુ મારવાનું કામ પણ, તેમની પાસે પરાણે કરાવવામાં આવે છે. તેમના પ્રત્યે કેદીઓને જે જ વર્તાવ કરવામાં આવે છે. અફવા તે એવી છે કે, ઉપલા અમલદારોને હિંદમાં લઈ જઈને તેમના ઉપર લશ્કરી અદાલત સમક્ષ કામ ચલાવવામાં આવશે. જૂન ૫, ૧૯૪૫ - નેંધપોથી મારી ! તારી પાસે અંતરની વાત કબૂલતાં મને સંકોચ શાન ! મારું હદય ભાંગી પડયું છે. હવે એ ફરી વાર સાજું થાય એ બનવાજમ નથી. પી.ના વિચારે રાતદહાડે આવ્યા કરે છે. ઘરની એકકેએક વસ્તુમાં એની કેટકેટલી યાદી ભરી છે. એમની હોકલી, એમનાં કપડાં, ભોજનમેજ ઉપરની એમની જગ્યા-ધરમાં જ્યાં ત્યાં એમને અવાજ ગુંજતે હેય એમ જ મને લાગ્યા કરે છે. બે રાત અને બે દિવસ–મેં રોયા જ કર્યું છે. મારું ઓશિકું તો આંસુએમાં પલળી લળીને લબ થઇ ગયું છે. પણ મને આશ્વાસન આપે એવું કે કાણ છે? જીવનમાં જેનું થોડું ઘણું ઘણું મહત્વ હતું એ બધું અત્યારે ફીકું અને નીરસ લાગે છે. મન આત્મહત્યાના વિચારોની આસપાસ કુદરડી ફર્યા કરે છે-આત્મહત્યાના વિચારને આઘો રાખવા માટે મારે મહાભારત પ્રયત્ન કરો પડે છે ! મારા ભાગ્યમાં આ જ તે લખ્યું હશે દેવાધિદેવ ! એ તે મારે કહે અપરાધ હતા, જેના માટે આવડી ભયંકર સજા મારે માથે ઝિંકાણી છે ! જીવનને આનંદદાયક, મંગળમય, પ્રેમસ્વરૂપ બનાવનારી બધી ય વસ્તુઓને તે એક જ સપાટે મારી પાસેથી આંચકી લીધી.. પી.ને હું જીવથીયે વધુ ચાહતી અને પી. ગયા. હિંદની સ્વાધીનતા માટેના યુદ્ધને હું ચાહતી હતી. પી. અને હું બનેએ એમાં ઝંપલાવ્યું હતું. એ યુદ્ધને પણ અમે હારી બેઠા. જીવન આજે દિશાશલ્ય, સાથીશલ્ય અને હેતુશન્ય બની ગયું. હું જાણે અનાથ બની ગઈ. હવે આંહી તે મારા માટે સ્થાન પણ નથી. કંઇક પણ હોય તે તે હિંદમાં-કયાં મારે પુત્ર છે—મારા નવા જીવનને એકને એક વિસામે! ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152