________________
જય હિન્દ નેધપોથી મારી ! હવે મારે શું કરવું? હવે મારે સલાહ પણ કેની પૂછવી ? હું પી. સાથે જ તકરાર કર્યા કરતી-આઝાદ થવા માટે. પણ ના; 'પી.! તમારી દોરવણી વગર મારા જીવનને રથ ચલાવે દેહ્યો છે એમ આજે મને લાગે છે.
સમાચાર જ્યારે મેં પહેલવહેલા સાંભળ્યા ત્યારે કેટલે આઘાત લાગ્યો. કે. તે કેટલાયે વખતથી, કોણ જાણે, એ જાણતા હશે. હવે જયારે એની વિગતોને હું મનમાં ને મનમાં ફરી ફરીથી વિચારી જાઉં છું ત્યારે મને લાગે છે કે, શ્રી. કે.એ એ સમાચાર મારી કને પ્રગટ કરતાં પહેલાં ખૂબ ખૂબ વિચાર કર્યો હશે !
પી.ની અંતિમ પળોનું દશ્ય આજે પણ મારી આંખો સામે તરવરી રહ્યું છે. કે.એ જયારે એ પ્રસંગનું વર્ણન કર્યું ત્યારે જ એની તસવીર મારી સામે ખડી થઈ ગઈ હતી. ત્યાર પછી એ તસવીરે મને કદી છડી જ નથી. પી.ના છેલ્લા શબ્દો તે હજુ યે મારા કાનમાં ગુંજ્યા કરે છે.
દુશ્મનના દારૂગોળાના એક મોટા ગંજને ઉડાવી મૂકવાની તેમણે કોશિશ કરેલી. એમાં શિરના સાટાની વાત છે એ પી. જાણતા જ હતા. માટે જ તે એમણે એ છેવટનું કામ, પિતાના કોઈ પણ સાથીને ન સેપ્યું. સાથીઓએ ઘણુંયે વિનતિઓ કરી, પણ પી. કોઈનું સાંભળે જ નહિ તે ! બ્રહ્મદેશની સરહદની પેલી પાર, માદરે વતનની ધરતી ઉપર પી. મૃત્યુને ભેટયા. તમારે એમને માટે શોક ન કરે-કારણ કે, એમને પિતાને પણ એ વાતને શોક નહોતે. દારૂગોળાના ગજને ઉડાવી મૂકવામાં એ સફળ થયા અને જ્યારે એમના દેહને પત્તો લાગ્યો ત્યારે એ એક ખાડીમાં પડયા હતા. ડાબો હાથ નહોતે-કપાઈને ઊડી ગયેલ. અને દેહ ઉપર ઊંડા અને કારી જખમો હતા. પોતે હવે જીવવાના નથી એ વાત એ પોતે પણ જાણતા હતા એટલે એમણે તમને અને બીજા બધા સાથીઓને સદિશ પાઠવ્યા છેઃ “સાબૂત કદમે બહાદુરીથી આગે બઢે ! મારી વીર પત્ની... એમને કહેજો કે હું વરની ગતિને પામે છે. જનની જન્મભૂમિ આજે મને સાદ કરી રહી છે. હું તે એના પ્રત્યેની મારી ફરજ બજાવી છૂટ. નેતાજી, મેં મારા શેણિતનું સમર્પણ કર્યું છે. એ શોણિત માતૃભૂમિની મુક્તિના બીજા અનેક વીરોની પ્રેરણું બનશે હવે અહીં પડયા રહેવામાં સાર નથી.
૧૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com