________________
જય હિંદ 3 પરંતુ મારા પ્રધાનેાની અને ઉચ્ચ દરજ્જાના અમલદારોની આગ્રહભરી સલાહ છે કે હિંદી આઝાદીની લડતને જારી રાખવા માટે મારે બ્રહ્મદેશમાંથી બીજે કયાંક ચાલ્યા જવું જોઇએ. જન્મથી જ હું આશાવાદી છું-અને પિરણામે હિંદની સ્વાતંત્ર્યસિદ્ધિને હવે થાડા જ વખતની વાર છે એવી મારી શ્રદ્ધા આજે પણ અવિચળ જ છે. એ જ આશાવાદને હૃદયમાં રાખવાની હું તમ સૌને વિનતિ કરું છું.
ઉષા પહેલાં ગાઢમાં ગાઢ અન્ધકાર આવવાના જ–એમ મે' તમને અનેક વાર કહ્યું છે. અત્યારે આપણે ગાઢમાં ગાઢ અન્ધકાર સોંસરા પસાર થઈ રહ્યા છીએ... ...એટલે ઉષા હવે દૂર નથી.
હિંદુ આઝાદ થશે જ.
બ્રહ્મદેશની પ્રજા અને બ્રહ્મદેશની સરકારે આપણા આઝાદીજગને ચલાવવામાં શક્ય તેટલી બધી – સહાયતા મને કરી છે તે બાબત તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કર્યાં વગર આ સંદેશ હું પૂરા ન જ કરી શકું... બ્રહ્મદેશનું એ ઋણુ સ્વતંત્ર ભારતને હાથે જ ફીટી શકે...અને તે દિવસ પણ હવે દૂર નથી.
૧૪૦
ઇન્કિલા ખર ઝિન્દા મા ! આઝાદ હિંદ ઝિન્દામા ! જય હિન્દ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સુભાષચંદ્ર માઝ
www.umaragyanbhandar.com