________________
બ્રહ્મદેશ છોડતા પહેલાં પિતાના સહકાર્યકરોને શ્રી સુભાષચંદ્ર બે આપેલો છેલ્લો સંદેશ
બ્રહ્મદેશના મારા હિન્દી અને બ્રાહ્મી મિત્રનેભાઈઓ અને બહેનો,
બ્રહ્મદેશમાંથી હું ભારે હૃદયે વિદાય લઈ રહ્યો છું. આપણું સ્વાતંત્ર્યવિગ્રહનું પહેલું યુદ્ધ આપણે હારી બેઠા છીએ—પણ ફક્ત પહેલું જ. હજુ તે ઘણું યુદ્ધો બાકી છે. એકાદ યુદ્ધમાં પરાજય પામીને નિરાશ થવાનું હું કોઈ પણ કારણ જેતે નથી. તમે-બ્રહ્મદેશના મારા દેશબાંધવોએ-માદરે વતન પ્રત્યેની તમારી ફરજ દુનિયા આખીને તારીફ કરવી પડે એવી રીતે બનાવી છે. તમે તમારું સર્વસ્વ-માનવસંપત્તિ, દ્રવ્ય અને સામગ્રી-ઉદારતાથી આપી ચૂક્યા છે. સર્વસ્પર્શી યુદ્ધ માટેની તૈયારી એટલે શું, એ તમે તમારા વર્તનથી બતાવી આપ્યું છે. પણ આપણી સામેનાં બળે અતિ પ્રચંડ હતાં; અને પરિણામે હાલ થોડા વખતને માટે તે આપણી આઝાદીનું આ બ્રહ્મદેશવાળું યુદ્ધ તે આપણે હારી જ બેઠા છીએ.
નિઃસ્વાર્થ સમર્પણવૃત્તિની જે ભાવના તમે બતાવી છે અને ખાસ કરીનેમેં મારું વડું મથક બ્રહ્મદેશમાં ખસેડયું તે પછી–એ તે માસથી હું જીવીશ ત્યાં સુધી કદાપિ નહિ વિસરાય.
આ ભાવનાને કોઈ પણ શક્તિ કદી કચડી શકશે નહિ એવી મારી શ્રદ્ધા છે. હું તમને વિનવું છે કે હિંદની આઝાદીને ખાતર એ ભાવના ટકાવી રાખજે... હિંદની આઝાદી માટે ફરી યુદ્ધ લડવાને ધન્ય દિવસ ઊગે ત્યાં સુધી ઉન્નતશિરે ઊભા રહેવાની મારી તમને વિનતિ છે.
હિંદના છેલ્લા સ્વાતંત્ર્યસંગ્રામને ઈતિહાસ લખાશે ત્યારે બ્રહ્મદેશના હિંદીઓને એમાં આદરભર્યું સ્થાન હશે.
હું મારી રાજીખુશીથી બ્રહ્મદેશ છેડતા નથી. મને પિતાને તે અહીં જ રહીને આપણુ ટૂંકમુદતી પરાજયનું દુઃખ તમ સૌની સાથે સહેવાનું વધારે ગમત,
૧૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com