________________
રંગૂન છોડતા પહેલા શ્રી સુભાષચન્દ્ર બે ફેજને અનુલક્ષીને કાઢેલું છેલ્લું ફરમાન
હેડકવાર્ટર, આઝાદ હિંદ ફોજ આઝાદ હિન્દ ફોજના બહાદુર અમલદારે અને સૈનિકે,
'બ્રહ્મદેશમાંથી હું ભારે હૈયે વિદાય લઈ રહ્યો છું. ૧૯૪૪ના ફેબ્રુઆરીથી આજ સુધીમાં આ ધરતી ઉપર તમે અનેક વીરસંગ્રામે ખેડયા છે. આપણું સ્વાતંત્ર્યવિગ્રહનું પહેલું યુદ્ધ, આપણે ઈમ્ફાલમાં અને બ્રહ્મદેશમાં, હારી બેઠા છીએ—પણ પહેલું યુદ્ધ જ. હજુ તે ઘણું યુદ્ધો લડવાના બાકી છે. હું તે જન્મથી જ આશાવાદી છું. કોઈપણ સંજોગોમાં પરાજય તે હું સ્વીકારવાને નથી. ઇમ્ફાલનાં મેદાનમાં, આનાકાનનાં જંગલ અને ડુંગરાઓમાં, બ્રહ્મ દેશના તેલવિસ્તારોમાં અને અન્યત્ર, તમે શત્રુઓ સામે જે મર્દાનગી દાખવી છે તે હિંદી આઝાદીના યુદ્ધના ઈતિહાસમાં સર્વદા અંકિત રહેશે.
સાથીઓ, કટેકટીની આ ઘડીએ મારે તમને એક જ આદેશ આપવાને છે; અને તે એ કે દેડીક વારને માટે અગર જે આપણને પરાજય વીકારવાને છે, તે તે આપણે વરની પેઠે સ્વીકારીએ, શિસ્ત અને સ્વમાનના ઉચ્ચતર ધોરણનું સાંગોપાંગ પાલન કરીને સ્વીકારીએ. હિંદીઓની ભવિષ્યની પેઢીઓ-જેઓ ગુલામીમાં નહિ પરંતુ આઝાદીમાં જન્મશે અને જીવશે–તમારી પ્રચંડ કુરબાનીઓને પ્રતાપે જ–તેઓ તમારા ઉપર આશીર્વાદ વરસાવશે; જગતને તેઓ સગર્વ સંભળાવશે કે મણિપુર, આસામ અને બ્રહ્મદેશના રણક્ષેત્રોમાં લડીને અને પરાજિત થઈને પણ એ સ્વાધીનતાની સિદ્ધિને માર્ગ સાફ કર્યો હતો.
હિંદની મુક્તિ બાબતની મારી શ્રદ્ધા અવિચળ છે. આપણે કેમી તિરંગે ઝડે, આપણું કેમી સ્વમાન અને હિંદી સૈનિકની મર્દાનગીની વીરપરંપરાએ બધું હું તમારા હાથમાં સલામત છોડી જાઉં છું. એના રક્ષણ માટે તમે, આઝાદી જંગના અગ્રેસરે, તમારાં સર્વસ્વનું બલિદાન આપશે એ બાબત
૧૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com