________________
જય હિન્દ મને તલભર પણ શંકા નથી. આપણે આઝાદી-જંગની, જગતને કાઈ બીજે ખૂણે શરૂઆત કરનારાઓ તમારા જીવનમાંથી પ્રકાશમયી પ્રેરણા મેળવશે. મારું ચાલ્યું હોત તે, હું અહીં તમારી સાથે જ રહ્યો હોત. આપણું આ ટૂંકમુદતી હારના દુઃખમાં તમારી સાથે ભાગ પડાવવા. પણ મારા પ્રધાન અને ઉચ્ચ અમલદારેના આગ્રહથી હું બ્રહ્મદેશ છોડું છું અન્યત્ર જઇને આઝાદીનું આપણું યુદ્ધ ચાલુ રાખવા. પૂર્વ એશિયાના અને હિંદની ધરતી ઉપરના મારા હિંદી દેશબાન્ધવોને હું પૂરેપૂરા પિછાણું છું, અને પિછાણું છું માટેજ હું તમને ખાતરી આપી શકું છું કે ગમે તેવા સંયોગોમાં પણ એ સ્વાતંત્ર્ય સંગ્રામ જરી જ રાખશે અને તમે આપેલી કુરબાનીઓ અને વેઠેલી યાતનાઓ અફળ નહિ જાય. મને નિસબત છે ત્યાં સુધી હું તે, ૧૯૪૩ ના આટોબરની ૨૧ મીએ મેં જે શપથ લીધા છે તેને વફાદારીપૂર્વક વળગી રહીશ અને ૩૮ કરોડ જેટલા મારા દેશબાધવોના કલ્યાણ અર્થે અને એમની મુક્તિ અર્થે શક્ય તેટલું બધું યે કરી છુટીશ. મારે તમને પણ એ જ આગ્રહ છે કે મારી પેઠે તમે પણ આશાવાદને વળગી રહેશે. અને ઉષાનો ઉદય ગાઢતમ અંધકાર પછી જ થાય છે એવી મારી માન્યતાને સ્વીકારશે.
હિન્દ આઝાદ થશે જ અને તે થોડા જ વખતમાં ઈશ્વરને આશીર્વાદ શતરે તમારા ઉપર.......
ઇન્કિલાબ ઝિન્દા બા આઝાદ હિંદ ઝિન્દાબાર ! જય હિન્દ !
- સુભાષચંદ્ર બોઝ ૨૪, એપ્રિલ ૧૯૪૫
આઝાદ હિન્દ સેનાના સરસેનાપતિ
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com