________________
ઓસરતાં પર
આવે–અને એમ કરવું કદાચ અનિવાર્ય બનશે તે બ્રિટિશ હિંદી સૈન્યની સાથે જ ન છૂટકે, અને સરખે હિસ્સે, તેમને ઉપયોગ કરવામાં આવશે.
ફેજની છાવણી કરતા ચેકીપહેરે પણ ફેજના સિપાહીઓનો જ રહેશે; અને એના ઉપર અમારે ત્રિરંગી ધ્વજ પણ ફરફરતો રહેશે. ફોજને પિતાનું રાષ્ટ્રગીત ગાવાની છૂટ પણ આપવામાં આવી છે.
આત્મઘાતક દળમાં પી.ની સાથે જ હતા એ એન ને હું મળી. એમણે પી.ને છેલ્લી વાર નાન યુગમાં દીઠેલા. એટલે...હવે...ફરી વાર એમના દર્શન આ અભાગિનીને ભાગ્યે નથી, મારા દેવ! જો તમે યુદ્ધકેદી તરીકે ગિરફતાર થયા હશે તો તે રંગૂનમાં મોડાવહેલા...પણ...જીવવું તમારા વિના કેટલું દોહ્યલું બન્યું છે !
મે ૧૯૧૯૪૫ બ્રિગેડિયર લડેર આજે અમારી બેન્ક ઉપર તૂટી પડયો. બૅન્ક ખાતેદારના નાણું તો ઘણુંખરાં પાછાં જ આપી દીધાં છે.પણ છતાં ૩૫ લાખ જેટલા રૂપિયા બેન્કના પિતાના–એની પાસે બાકી હતા એ રકમ અને બેન્કના ચોપડા બધું જ થયું.
ધીમે ધીમે પણ બહુ સખત અને સચોટ રીતે અમારા ગળાં ફરતાં વીંટાયેલાં દોરડાંની ભીંસ તંગ થતી જાય છે. શરૂઆતમાં બ્રિગેડિયરે જે વચને આપ્યાં હતાં તે બધાથી આ બધું તદ્દન વિરુદ્ધ છે, પણ...બ્રિટિશરોને વિશ્વાસચાતક કેણે કહ્યા હતા, ભલા?
. બ્રિટિશ ફિલડ સિક્યુરિટિ સર્વિસ આજકાલ ખૂબ સજાગ બની ગઈ છે. આજે એણે મને તેડાવી. સૈનિકે સાથે લશ્કરી અમલદારે તમારી પાસે આવીને કહેઃ “થોડીક મિનિટોનું કામ છે, અમારી સાથે ચાલ.” પછી તમારા માટે બીજે કોઈ માર્ગે જ નહિ! તમારે અમલદારે સાથે ગયે જ છૂટકે. પહેલાં તો તમને ફિલ્ડ ઇન્ટગેશન યુનિટમાં લઈ જાય. ત્યાં દિવસો સુધી તમારી તપાસ ચાલ્યા કરે. તમે તે પહેરેલ લૂગડે હાલી નીકળ્યા છે. બિસ્તરે નહિ, બદલવાની એક બીજી જેડ પણ નહિ. એટલે જ્યાં સુધી એ લેકે તમને જવાની રજા ન આપે ત્યાં લગી રંગૂન સેન્ટ્રલ જેલમાં તમારે આ હાલતમાં રહેવાનું–અને
૧૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com