________________
જય હિન્દ સંધની શાખાઓ તરફથી સાંપડેલા અહેવાલ બતાવે છે, કે જિલ્લાઓમાં સર્વત્ર આ પ્રમાણે જ બન્યું છે. હિંદી અને બ્રહ્મી જાનમાલની રક્ષા ફોજના સૈનિકોએ સફળતાથી કરી છે.
એ ૫, ૧૯૪૫ ૨૪મી ઈન્ડિયન ઇન્ફદ્રાને બ્રિગેડિયર લેડેર રંગૂન વિસ્તારના ચાર્જમાં છે.
આજે એ શ્રી. બહાદુરીને મળ્યો. સઘની પ્રવૃત્તિઓ વિષેને અહેવાલ તેણે માગ્યા. એની સૂચના એવી છે કે સંઘે પિતાની રાજકીય પ્રવૃત્તિઓનું વિસર્જન કરવું, પણ સામાજિક અને આરોગ્યવિષયક પ્રવૃત્તિઓ ચાલુ રાખવી. હિંદી કોંગ્રેસનું એણે ઉદાહરણ આપ્યું. રાજકીય ક્ષેત્રમાં કોંગ્રેસ અને હિંદી સરકાર બેય સામસામે પક્ષે હોય છે ત્યારે પણ જાહેર હિતનાં ઈતર કાર્યોમાં તે સરકાર સાથે સહકાર કરે છે.
રંગૂનમાં અમારાં દવાખાનાં છે તેમને ચાલુ રાખવાનું શ્રી, બહાદુરીએ કબુલ કર્યું છે. બ્રિગેડિયર લડેરે આર્થિક સહાયતાની ઑફર કરી પણ અમે એ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
નેશનલ બેન્ક ઓફ આઝાદ હિંદ પિતાનું કામકાજ ચાલુ રાખી શકશે. તેને તેમ કરવાની છૂટ આપવામાં આવી છે. ચાલે, એટલું પણ ઠીક થયું; નહિતર આ અરાજકતાના અન્ધકારમાં, જ્યારે બજારે સદા બંધ જ રહે છે અને ભાવ આકાશ તરફ જ ઊડતા જાય છે ત્યારે લોકોનું થાત શું? અત્યારે તે બૅન્ક જ એમને કપડાં, અનાજ અને બીજી બધી વસ્તુઓ પૂરી પાડે છેજૂને ભાવે. આ તોફાનમાં આ બેન્ક એ જ અમારો એકનો એક ત્રાપો છે.
ફોજની બાબતમાં બ્રિગેડિયર લડેરે લેકનાથનને ખાતરી આપી છે કે, એના બધાય માણસોને-પુરૂષો અને સ્ત્રીઓને-હિંદમાં સ્વતંત્ર નાગરિક તરીકે પાછા ફરવા દેવામાં આવશે. બ્રિગેડિયરે ફક્ત એક જ વિનતિ કરેલીઃ ફેજના અમલદારેએ પિતાને ગણવેષ છોડી દે અને જેઓ મૂળ બ્રિટિશ હિંદી સિન્યના અમલદારે હેય તેમણે તે વખતને પિતાને જૂને ગણવેશ પહેરવો.
લેકનાથનને બ્રિગેડિયર એક બીજી પણ બળાધરી આપેલી કે ફોજના અમલદાર તથા માણસને ગંદી મજારીના કામ માટે ઉપયોગમાં નહિ લેવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com