________________
જય હિન્દ
પ્રવૃત્તિઓને મોકફ રાખવાને આદેશ આપે છે. આમણને માટે તૈયાર થવાની એમણે પ્રત્યેકને આશા આપી છે.
એક જાહેર સભામાં નેતાજીએ શ્રીમતી બી.ને સેવકે-હિંદને ચન્દ્રક આપહિંદી આઝાદીને ખાતર એમણે આપેલી ભેટ અને કુરબાનીઓની કદરના પ્રતીક લેખે.
સપ્ટેમ્બર ૧૦, ૧૯૪૪ છેલ્લા આખા અઠવાડિયા દરમ્યાન બ્રહ્મદેશના હિંદી સ્વાતંત્ર્ય સંધની પરિષદ મળી. ૭૪ શાખાઓના કુલ્લે ૧૮૦ પ્રતિનિધિઓએ હાજરી આપી. પરિષદ હવે ખતમ થઈ છે. એના સામાન્ય મંત્રી શ્રી. જી.એ મને કહ્યું કે પરિષદને ખૂબ જ સફળતા મળી. કોઈ પણ જાતના ઠઠારા વગર એ પાર પડી અને અનેક મુશ્કેલીઓને ઉકેલ આવ્યા.
નેતાજીએ માદરે વતનની કેટલી મૂગી સેવા કરી છે ! કોણ જાણે ક્યારે આ વાતનું હિંદને પૂરેપૂરું ભાન થશે ! નેતાજી ન હેત તે જાપાનીઓએ કલકત્તા, જમશેદપુર, મદ્રાસ અને બીજા ગીચ વસતિવાળા વિસ્તારોને બોમ મારી મારીને ધરતીના પટ ઉપરથી સાફ જ કરી નાખ્યા હેત ! શ્રી. આર. કહેતા હતા કે, જાપાનીઓને આમ કરતા નેતાજીએ જ વારેલા. “હિદને નાશ તમારે હાથે થાય અને અમે તે જોતા બેસી રહીએ એમ નહિ બને.” જાપાનીઓને તેમણે સંભળાવેલું હિંદ અમારા હાથમાં એક પરિપકવ ફળની પેઠે આવવું જોઈએ.”
મારી નોંધપોથી હવે ટાંચણથી જેવી થતી જાય છે. પણ શું કરું? હાથ ઉપર જે કામ છે તેને પૂરું કરવા માટે પણ સમય કયાં મળે છે!
સપેપર ૫, ૧૦ ગઈ કાલે અમે જતિનદાસ સંવત્સરી અને શાહીદદિન ઊજવ્યો.
જ્યુબિલી હેલ ખીચોખીચ ભરાઈ ગયે હતા. વક્તાઓ એક પછી એ ભગતસિંગ, રાજગુરુ અને સુખદેવની સ્મૃતિઓ તાજી કરાવતા ગયા. તેમની, અને ઇન્કિલાબ ઝિન્દાબાદના પોકારે સાથે તેમની પેઠે જ ફાંસીને માંચડે ચડી ગયેલ અમર ચન્દ્રશેખર આઝાદની, બંગાળના ડિસ્ટિકટ મેજિસ્ટ્રેટને ગોળીએ દેનાર પેલી બે છોકરીઓ-સુનીતિ અને શાતિની, કલકત્તાના યુનિવરસિટિ કેકેશન
૧૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com