Book Title: Jai Hind
Author(s): Vitthalbhai K Zaveri, Soli S Batliwala
Publisher: Janmabhumi Prakashan Mandir

View full book text
Previous | Next

Page 131
________________ જય હિન્દ “અમે હસ્તાક્ષર કરવા તૈયાર છીએ.” સભાખંડના એકએક ખૂણામાંથી અવાજ ગુંજી રહ્યો. “પણ મોત સાથેના આ કરારે ઉપર તમે સામાન્ય વાહીથી સહીઓ નહિ કરી શકે. તમારે એ હસ્તાક્ષરે તમારા પિતાના શેણિતથી કરવા પડશે. હિંમત હોય તે આગળ આવે ! માતૃભૂમિની મુક્તિને ખાતર રુધિરના હસ્તાસરેથી મૃત્યુ સાથે બંધાતા વીરેને મારે જેવા છે.” વિરાટ જનસમુદાય એકાએક ઊમે થઈ ગયેઃ મુક્તિમત્ત માનવતા રંગમંચ પર ઊભેલા નેતાજી ભણી ધસી. અમે રંગમંચ નીચે જ બેઠા હતા. કોઈ અજેય શક્તિએ અમને એક બાજુએ ધકેલી કાઢયા..અને... પ્રથમ હસ્તાક્ષર કરનારા તે કયારના ય રંગમંચ ઉપર ચડી ચૂક્યા હતા. ચપુઓ અને ટાંકણીઓ કામે લાગી ગયાં હતાં. અને શેણિતના અક્ષરમાં સહીઓ થયે જતી હતી. પહેલાં હસ્તાક્ષરે આવ્યા સત્તર બહેના. એ સત્તરે સત્તર સહીઓ કરી લે તે પહેલાં કંઈ પણ પુરુષને આગળ પણ તેઓ આવવા નહેતા દેતા. એક કલાક આ ચાલ્યું-નિજના શેણિતથી સહીઓ કરવાનું કામ-સભાખંડને ખૂણે ખૂણે-આઝાદીને ખાતર-નિજના મૃત્યુખત ઉપર • લેકને ઉત્સાહ માન્યામાં ન આવે એટલે અજબ હતો. જ્યાં જુઓ ત્યાં હર્ષભરપૂર ચહેરાઓ અને ચમકતી આંખે ! કેસરિયા કરતી વખતે રજપૂતે કેવા દેખાતા હશે તે આજે મને સમજાયું. આવી પ્રજાને કાણુ ગુલામ રાખી શકે? બ્રિટિશ શહેનશાહત, તારી ઘોર ખરેખર બાદામાં રહી લાગે છે. ઘેર આવી અને પી. સામે જોયું તે એમની આંગળી ઉપર પણ એક કાપ હતો. મારાથી એ છુપાવી રહ્યા હતા. પણ હું જોઈ ગઈ...અને સમજી ગઈ છે, માત્મલાતક દળમાં એ પણ જોડાઈ ગયા છે. એક પળ વાર તે હું ભયભીત બની ગઈ. આખે આંસુઓથી છલકાઈ ઊઠી. પણ એ ધ્યગ્રતા તે પળવારની જ, બીજી જ પળે, મેં એમને ભેટીને ચુમ્બન કર્યું. ગઈ રાતે મને ઊંઘ ન આવી. પી. વગર ગતમાં એકલી હું શું કરીશ એવા વિચારો અાવ્યા જ કર્યા.પણ હું એમનો નિશ્ચય ફેરવાવવા માગતી નથી. એ તો અશકય. મારું ધમ–સંકટ તે જુદુ જ છે. જે હું પણ સહી કરે તે ૧૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152