________________
ઓસરતાં પૂર
છે. પણ જ્યાં સુધી અમારી આઝાદ સરકારના એ પ્રજાજન છે ત્યાં સુધી એમને આંગળી અડકાડવાની પણ જાપાનીઓની દેન નથી. જે એ ચાઇનીઝ હેત તે, તે, વાય. એમ. સી. એ.ના મકાનમાં એમને કયારના લઈ જવામાં આવ્યા હત–“સુધારણ” માટે. પણ નેતાજી સવે હિંદીઓ માટે એક મહાશક્તિશાળી આધારસ્તંભ બન્યા છે. એમના આવ્યા પછી જ અમે બધા સલામત થયા છીએ. એ ન આવ્યા હોત તે બીજા શત્રુદેશવાસીઓ કરતાં અમારી સ્થિતિ જરા પણ સારી ન હેત.
શ્રી. એને. અમને કહ્યું કે, નેતાજીનાં ભાષણે અને વાયુપ્રવચન સંગ્રહચલે દિલ્લી” પુસ્તકની એમની પ્રસ્તાવના સામે કિકાને વાંધો લીધો હતે. પણ છેવટે, એમને નમતું આપવું પડ્યું અને પુસ્તક ખુલ્લા બજારમાં વેચાવા મુકાયું. પણ જાપાનીઓએ બેંગકોક ક્રોનિકલ’ નામના દૈનિક અખબાર પર દબાણ મૂકયું છે કે, શ્રી. એન.નાં કેાઈ લખાણે એણે છાપવા નહિ અને આજ સુધી તે, આ બાબતમાં, એમનું (જાપાનીઓનું) ધાર્યું થયું છે.
શ્રી. એન. બહાદુર અને નીડર લડવૈયા છે. તાલેંડમાં એમના પ્રત્યે ખૂબ આદર છે અને અમે એમના લેખે અખબારેમાં અનેક વાર વાંચ્યા છે. એ વાંચીને એમનું જે ચિત્ર મારા મનમાં મેં રચ્યું હતું તેના જેવા જ તે હતા એમ મેં સભામાં પ્રત્યક્ષ મળ્યા ત્યારે જોયું. પૂર્વ એશિયામાં હિંના સુપુત્રે અને સુપુત્રીઓ એવાં છે કે જે દુનિયાના કોઈ પણ ભાગમાં સન્માનિત થાય.
ડિસેમ્બર ૨, ૧૦ ચાઈનીઝ લશ્કરેએ ભામે લીધું છે અને બ્રિટિશ લશ્કર ચિડેગ ખાતે છે.
પણુ યુદ્ધમાં તે હમેશાં જયપરાજયનાં ભરતીઓટ આવ્યા કરશે. તેનાએ હમેશાં કહ્યું છે કે, “ અંગ્રેજો આસામમાં અને બંગાળની સરહદ પર જાન મૂકીને લડશે.”
પી.એ મને આજે કહ્યું છે કે અમારી ફોજને અત્યારને જગ બચાવને જંગ છે. અને એના કારણે બે છેઃ પહેલું તે એ કે, બર્મા જે જાય તે અમારી આઝાદપ્રવૃત્તિને જોકે પહોંચે. બીજું, પ્રશાંતમાં જાપાનીઓ પાણી - ઠામણમાં મુકાયા છે અને તેથી. તેઓ ધાર્યા પ્રમાણેની સહાય અમને આપી શકતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com