________________
જય હિન્દ
એકબર ૨, ૧૯૪૪ અમે બાજે ગાંધી જયંતિ ઉજવી. દરેક હિંદી મકાન ઉપર ત્રિરંગી ઝડે ફરક હતા. સવારમાં ફેજ તરફથી ઝંડાવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હિંદને સ્વાધીને કરવાની પ્રતિજ્ઞા અમે ફરીથી લીધી. કોંગ્રેસની સ્વાધીનવાની પ્રતિજ્ઞા ઉપર રંગૂનના હજારો હિંદીઓએ સહી કરી.
ઓકટોબર ૨, ૧૯૪૪ જાપાનીઓએ ટિડિમમાંથી પીછેહઠ કરી છે. ચૌદમું બ્રિટિશ લશ્કર બળિયો મન નીવડેલ કહેવાય છે, પણ અમારી ફેજના સૈનિકો સામે ટકી શકશે નહિ. પણ ફેજ મરચા ઉપર પૂરેપૂરી સંખ્યામાં કેમ નથી?
નવેમ્બર ૧૭, ૧૦૪ આજે અમે પંજાબના મહાન ક્રાંતિકારી લાલા લજપતરાયની મૃત્યુતિથિ ઊજવી.
શ્રી. એન. બેંગકોકથી અત્રે આવેલ છે. એમણે સરકારી વડા મથકના માણસને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું:
આપણે, પૂર્વ એશિયાના ત્રીસ લાખ હિંદીઓએ આપણું દેશની સ્વાધીનતા માટે લડવાને મકકમ નિશ્ચય કર્યો છે. આપણે કાં તો વિજયને વરીશું, કાં તે મૃત્યુને ભેટશું. પણ હિંદને મુક્ત કરવા માટેના આપણુ આ મહાન જંગમાં આપણે અગર નષ્ટ થઈશું, તો પણ, સાચા હિંદીઓ તરકને આપણે ધર્મ બજાવ્યાના ભાન સાથે જ નષ્ટ થઈશું પરાજયોથી આપણે ડરતા નથી. આપણે જે લોહી વહાવીશું તેના બિન્દુએ બિન્દુમાંથી એનું વેર લેનારાઓ પ્રગટશે. બ્રિટન ગમે તેટલી મહેનત કરે, ગમે એટલા ધમપછાડા મારે પણ હિંદની સ્વાધીનતા સિદ્ધ થયા વગર નહિ રહે. ચાળીસ કરોડ માણસને આઝાદ બનવાને અધિકાર છે જ.
એક વાત હુ સ્પષ્ટ કરવા ચાહું છું સુભાષબાબુ અને એમની પાછળ ચાલનારા પૂર્વ એશિયામાંના ત્રીશ લાખ હિંદીઓ શાહીવાદના મિત્રો નથીકોઈ પણ પ્રકારના શાહીવાદના મિત્ર નથી. રાજકીય સ્વાધીનતા તે હિંને માટે એક સાધન છે; હિંદી સમાજનું ક્રાન્તિકારી પરિવર્તન કરવા માટેનું એક સાધન છે.”
શ્રી. એન. જાપાની સત્તાવાળાઓને ગમતા નથી. સમાજ અને સમાજવાદ ' વિષેના એમના વિચાર પ્રત્યે એ લેકે શંકા અને અણગમાની નજરે નિહાળે
૧૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com