________________
ઓસરતાં પૂર પછી અમારા પુત્રનું કોણ? આ વિચાર પી.એ કેમ ન કર્યો? એના બદલે એમણે મને જ સહી કરવા દીધી હોત તો ! મારા વગર તે ચાલ્યું જશે!
મારા દેવી અંતે આની પણ જરૂર હતી ? ના, પણ તમારે કેટલે આત્મભેગ આપવો એને નિર્ણય તમે પોતે જ કરે એ જ ઠીક છે. પી, તમે તે મેં નહેતી ધારી એવી અજબ રીતે મારી કસોટી કરી રહ્યા છે ........પણ એ કસોટીમાંથી હું અણીશુદ્ધ જ પાર પડીશ, હે !
પેમ્બર ૨૭, or આજે વડા મથક ઉપર સુભાષબાબુને મળી. એ બહાર નીકળતા હતા અને હું અંદર જતી હતી. હું બાહશીથી “ખબરદાર' થઈ ગઈ. અને જય હિંદની સલામી એમને આપીને ઊભી રહી. એ ઊભા રહ્યા. મારા જખમો વિષે પૂછપરછ કરી, પી.ના વખાણ કર્યા. મેં એમને કહ્યુંઃ દિલી રેડિયોએ તમને સ્વપ્નદષ્ટા કહ્યા છે.
એક મિનિટ વાર નેતાછ શાંત રહ્યા. પછી એમણે જવાબ આપે-બહુ જ ધીમા શબ્દોમાં. એ શબ્દોમાં એમને આત્મા હતે. અને કોષ તે એમાં હતો જ નહિ...તેમણે કહ્યું : “તેઓ મને સ્વપ્નદષ્ટા કહે છે, ખરું ને! હું પણ કબૂલ કરું છું કે, હું સ્વદષ્ટા છું. હું બાલ્યાવસ્થાથી જ વખદષ્ટા રવો છું અને મારું સૌથી વહાલું સ્વપ્ન એ મારી માતૃભૂમિની આઝાદી છે. એમને લાગે છે કે સ્વનછા હોવું એ કોઈ શરમની વાત છે. મને તે એ બાબતનું અભિમાન છે. એમને મારાં સ્વપ્નો નથી ગમતાં, પણ એમાંય તે નવું શું છે? હિંદની મુક્તિનાં સ્વપ્ન હું ન નિહાળી રહ્યો હેત તે ગુલામીની શંખલાઓને સનાતન ગણીને જ હું બેસી રહેત. મુદ્દાની વાત એ છે કે મારાં
ખે સાચાં પડી શકે છે કે નહિ? મારી માન્યતા એવી છે કે એ સાચાં પડતાં જાય છે. એમનું એક સ્વપ્ન-જે સાચું પડયું છે–તે છે આઝાદ હિંદ ફોજ. તમે અને તમારા પતિએ મારું બીજું સ્વપ્ન–જે સાચું પડયું છે. ના. ભલે હું સ્વપ્ના જ રહ્યો. જગતની પ્રગતિનો આધાર સર્વદા સ્વરછાઓ અને એમનાં સ્વપ્નો ઉપર જ રહ્યો છે....શેષણ, સ્વાર્થ અને સામ્રાજ્યવાદનાં સ્વપ્ન ઉપર નહિ, પણ પ્રગતિનાં, લોકકલ્યાણનાં અને જગતની સમગ્ર પ્રજાઓની સ્વાધીનતાનાં સ્વપ્નો ઉપર.”
અને એ ચાલ્યા ગયા. કેવા ભ૦૫ પુરુષ !
૧૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com