________________
ચલે દિલ્લી
ઓગસ્ટ ૧, ૧૯૪૪ આજે અમે તિલક-જયંતિ ઊજવી. જાહેરસભાઓ ભરીને અને વફાદારીના સોગંદ ફરી વાર લઈને આ જયંતિ ઉજવવી એવી સૂચનાઓ સંધના મુખ્ય મથક તરફથી બધી યે શાખાઓને આપવામાં આવી હતી.
સાંજે સંધના મુખ્ય મથકે સંધના તમામ કાર્યકર્તાઓનું એક સહભોજન થયું. કેઈએ સુભાષબાબુને પૂછ્યું: “આઝાદી પ્રાપ્ત કરવાની આપની જના અને મહાત્માજીની વૈજના વચ્ચે સંવાદ શી રીતે સાધી શકાય ?” સુભાષબાબુએ જવાબ દીધઃ “પૂર્વ એશિયામાં આપણે હિંદી આઝાદીને હાંસલ કરવા માટે એક નક્કર અને નિશ્ચયાત્મક યોજના કરી છે. આ યોજના સારી છે કે ખરાબ એ પ્રશ્ન જ અસ્થાને છે. એનું સ્થાન લે એવી બીજી કોઈ યોજના આપણને ન મળે, ત્યાં સુધી એને જ અમલમાં મૂકવી રહી. આઝાદીની સિદ્ધિ માટે એક બીજી યોજના મહાત્માજીએ ઘડી છે, જે “હિંદ છે”વાળા ઠરાવમાં મૂર્તિમંત થઈ છે. એ યોજના જે ફળીભૂત થાય, તો આપણી
જનાને પાર પાડવાની કશી જરૂર જ ન રહે અને એમ થાય તો જેટલે હુ રાજી થાઉં તેટલે બીજે કઈ ભાગ્યે જ થાય.
પણ દુર્ભાગ્ય એ છે કે, ગાંધીજીની યોજનાને બ્રિટિશ માલિકોએ નિ સ્કારી કાઢી છે અને એ નિષ્ફળ ગઈ છે, એટલે હવે હિંદી આઝાદીની બધી આશાઓ આપણી યેજના ફળીભૂત થાય એના ઉપર છે. ગાંધીજીની જનાને માગે, આઝાદીની સિદ્ધિ ટુંક વખતમાં થઇ શકે. પણ બ્રિટિશરોને એ પસંદ નથી. એટલે ગાંધીજીની યાજના પણ જે બ્રિટિશ પાસે સ્વીકારાવવી હોય તે તે માટે પણ આપણી જનાની સાળતા આવશ્યક છે. આપણું પેજનાને બ્રિટિશ જે સફળ થતી અટકાવવા માગતા હોય તે તે એક જ પ્રકારે કરી શકેઃ “હિંદને છેડે "વાળા ઠરાવ પ્રમાણે ગાંધીજી અને કોંગ્રેસ સાથે સમાધાન કરીને. પણ બ્રિટિશરો જે એમ હિંદને છોડીને ચાલ્યા જ જતા હશે તે હું પોતે જ તમને વિનવવા આવીશ કે, હવે ફેજને તાબડતોબ વિખેરી નાખો !”
જાપલાઓ ઇમ્ફાલ અને મિટકિનાને ખાલી કરીને પીછેહઠ કરી ગયા છે શું?...અંતને મારંભ તે નથી?
૧૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com