________________
જય હિન્દ
“કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, એ સીધી થાય જ નહિ તેમ જૂઠા માણસને ખાતરી થઈ જાય કે, મારા જૂઠાણામાં હવે કાઇને તખાર જ નથી, છતાં જૂઠાણું એ ઝીંકયે જ રાખવાના ! કારણ ? ટેવ પડી ! પડી ટેવ તે તેા ટળે કેમ ટાળી ! જૂઠાના જીવ એક જ તાંતણા ઉપર લટકી રહ્યો હાય છે-કે જગતાં હજી પણ થેાડાક હૈયાફૂટા નીકળી આવશે 1
“ આ આશાને તાંતણે જ એ ગબારા ચડાવ્યે જાય છે. જૂઠાણા ઝીંકવાની આ મેલી રમત બ્રિટિશરા હજુ પણ રમી રહ્યા છે. એ ોને, મને પોતાને તાકી જ નવાઇ નથી ઊપજતી...
“ ઠીક ઠીક લાંબા વખત સુધી દુશ્મનાના પ્રચારકાએ એક જ જાપ જપ્યા કર્યા: આઝાદ હિંદ ફાજ એક પૂતળાં-ફોજ છે. જાપાનીએ જેવું જ તર વગાડે છે તેવી એ નાચે છે. પશુ આખરે એમને ભાન થયું કે આ ગાળે ચાલે એમ નથી. કારણ કે સૌ કાઈ પૂછવા લાગ્યા કે આઝાદ હિંદ ફોજ જો ખરેખર જ એક પૂતળા ફેજ હેાય તે। એ આટલી બહાદુરીથી અને આટલી બધી મરણિયાવૃત્તિથી લડે છે શા માટે? એટલે બ્રિટિશ પ્રચારકાએ ચાલ બલી. હવે તેઓ એમ ફેંકે છે કે, આઝાદ હિન્દ ફોજ એ એક કચરાપટ્ટી ફાજ છે. એની પાસે ખાવા ધાન નથી અને લડવા માટે પૂરતાં શસ્ત્ર નથી.
પણ ક્રાન્તિના દળાને પછી એ આયર્લૅ ડમાં ડ્રાય, ઇટલીમાં હાય, રશિયામાં હાય કે કઈ ખીજે ઠેકાણે હાય–સદા આવા જ સયાગામાં લડવું પડે છે અને દર વખતે અતને છેડે એમના વિજય જ થાય છે. આપણું પશુ એમ જ થવાનું. પણ દરમ્યાન આપણી આઝાદીની કિંમત આપણે આપણા લાહીથી ભરપાઇ કરવાની.
..
બ્રિટિશ પ્રચારકાને એક નવા ધડાકા એ છે કે અહીં આપણે ઇસ્લામ ઉપર ત્રાસ ગુજારી રહ્યા છીએ કે અહીં આપણે બધા ઇરામવિરાધીએ છીએ. આમાં કેટલું સત્ય છે તે તમે સૌ જાણા છે.. આપણી આરઝી સરકારમાં, આપણા સંધમાં, આપણી ફાજમાં મુસલમાને છે; આપણી ફેાજમા મુસલમાન અમલદારા છે તે કાઈજેવાતેવા । નથી જ. તે ખાનદાન કુટુમ્બાના નખીરા છે અને દહેરાદૂનની મિલિટરી એકેડેમીમાં ભણ્યા છે. ના, એમના જૂઠાણાં અહીં આપણુને રજ માત્ર સ્પર્શવાનાં નથી. અને જગત તે એમને માનતું જ નથી.”
૧૧૧
"(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com