Book Title: Jai Hind
Author(s): Vitthalbhai K Zaveri, Soli S Batliwala
Publisher: Janmabhumi Prakashan Mandir

View full book text
Previous | Next

Page 122
________________ ચલે દિલ્લી માટે હિંદી સ્વાતંત્ર્ય સંઘને ચરણે ધરી દીધાં છે. નેતાજીએ એમને સેવકેહિંદને ઇલકાબ આપે. આ ઇલકાબ મેળવનારા એ પહેલા જ છે. હિંદમાંથી આવતા અહેવાલે બહુ જ આશાજનક છે એમ પી.એ મને કહ્યું. પણ અમારા અમલદારનું માનવું છે કે, લાંબી અને કપરી લડત સિવાય બ્રિટિશરોને હિંદમાંથી હાંકી નહિ કાઢી શકાય, સામ્રાજ્યને બચાવવાનો એક છેલ્લે મરણિયા પ્રયત્ન કર્યા વગર બ્રિટિશરે નહિ રહે. હિંદ વગર બ્રિટન જગતમાં એક ત્રીજા વર્ગના રાષ્ટ્રની પંક્તિમાં જ આવી પડે. બ્રિટિશરો એ જાણે છે. સુભાષબાબુ જ્યારે જ્યારે વિજયની વાતો કરે છે ત્યારે ત્યારે એમની વાણી કોઈ અજબ પ્રેરણાથી પ્રેરિત થઈ હોય એમ દેખાય છે. એમની શ્રદ્ધા ખરેખર બહુ જ ઊંડી છે. હવે જે કંઈ થાય અને અમારી યોજનાઓ ખાકમાં મળે, તે એમનું શું થાય એ વિચારે જ હું પૂજી ઊઠું છું. એમનું હદય ભાગી તે નહિ પડે ! એમની બધી ય આશાએ એક જ શબ્દમાં છે–આઝાદી. પૂર્વ એશિયા આખું એમની પડખે છે. પ્રભુ અમારું રક્ષણ કરે ! જુલાઈ ૧૦, ૧૯૪૮ આજે જાહેર કરેલી પ્રસંગે સુભાષબાબુએ વીર વછેરક ભાષણ કર્યું. લગભગ ત્રીસ હજાર માણસ હતા. અમારા આન્ટેલનની પાછળ રહેલી આયાજનિક શક્તિઓને એમણે નીચેના શબ્દોમાં સમજાવીઃ હિંદનું બ્રિટિશ સૈન્ય જ્યાં લગી બહારના કેઈ આક્રમણની સામે નહિ બિડાય, ત્યાં લગી અંદરની કાતિને દબાવી દેવાનું કાર્ય એને માટે સરળ રહેશેઃ એટલે હિંદી આઝાદી જંગ માટે આઝાદ હિંદ ફેજે બીજો મોરચે ઊભો કરવાનું નકકી કર્યું. આપણે જ્યારે હિંદની તળ :ધરતી ઉપર ધસી જઈશું અને હિંદીઓ જ્યારે પિતાની સગી આંખેએ બ્રિટિશ દળોને પાછાં હઠતાં જશે ત્યારે જ તેમને ખાતરી થશે કે, બ્રિટિશરે માટે કયામતને દિવસ હવે નજીક આવી ગયા છે. ત્યારે તેઓ શિરને સાટે આ જંગમાં ઝંપલાવશે. અને વતનની મુક્તિને માટે આપણે સાથે સામેલ થઈ જશે. પછી તેઓ અને , આપણે સાથે મળીને બ્રિટિશરોને પીછે પકડીશે જ્યાં સુધી કે જ્યાં સુધી. 'હિંદની ધરતીને છોડીને તેઓ ચાલ્યા નહિ જાય ! Aી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152