________________
જય હિન્દ જાપાનની પોતાની નીતિની જાહેરાત એ પણ જે કેવળ વચનોની જ વાત હેત તો હું એની અસર નીચે કદી જ ન આવત.
મહાત્માજી, હવે હું, આપને, અમે જે કામચલાઉ સરકાર અહીં સ્થાપી છે તેના વિષે વાત કરીશ. એ કામચલાઉ સરકરનું ધ્યેય એ છે કે, હિંદને એક સશસ્ત્ર લડત દ્વારા, બ્રિટનની ધુંસરીમાંથી મુક્ત કરવું. એક વાર આપણું દુશ્મનોને હિંદમાંથી હાંકી કાઢયા, અને શાંતિ અને વ્યવસ્થાનું સ્થાપન થઈ ગયું કે તરત જ એ કામચલાઉ સરકારનું કામ પૂરું થશે. અમારાં બલિદાન અને અમારી યાતનાઓને જે કંઈ બદલે અમે માગતા હોઈએ તે તે ફક્ત, અમારી માતૃભૂમિની સ્વતંત્રતા. હિંદ એક વાર સ્વતંત્ર થઈ જાય તે પછી અમારામાંના ઘણુ તે રાજકારણમાંથી નિવૃત્તિ જ લેવા માગે છે.
“આપણા દેશબાન્ધ, ભાગ્યવશાત પોતાના જ પ્રયાસોથી દેશની આઝાદી હાંસલ કરવા સમર્થ થાય, અથવા બ્રિટિશ સરકાર પિતે જ આપણા “હિંદને છેડે”વાળા ઠરાવને મંજૂર રાખીને અમલમાં મૂકે તે અમારા કરતાં વધુ ખુશી બીજા કોઈને નહિ ઊપજે. પરંતુ એ બેમાંથી એકેય થવાનું નથી અને સશસ્ત્ર આન્દોલન અનિવાર્ય છે એવી અમારી માન્યતા થઈ ગઈ છે; અને એ માન્યતા ઉપર જ અમે ચાલીએ છીએ..
હિંદનો આખરી આઝાદી–જંગ શરૂ થઈ ચૂક્યો છે. આઝાદ હિંદ ફોજના લશ્કરે આજે હિંદની ધરતી ઉપર જ બહાદુરીથી લડી રહ્યા છે અને અનેક મુશ્કેલીઓ અને કઠણાઈઓ હોવા છતાં તેઓ ધીમે પણ દઢ પગલે આગળ વધી રહ્યાં છે. હિંદમાંથી જ્યાં લગી છેલ્લામાં છેલ્લા બ્રિટિશરને ધકેલી કાઢવામાં છે નહિ આવે અને જ્યાં સુધી નવી દિલ્લીના વાઈસરોયના પ્રાસાદ ઉપર આપણે ત્રિરંગી ધ્વજ મગરૂરીથી નહિ ફરફરે ત્યાં સુધી આ સશસ્ત્ર લડત ચાલુ જ રહેશે.
, “આપણું રાષ્ટ્રના હે પિતા! હિંદની સ્વાધીનતાના આ પવિત્ર યુદ્ધમાં અમે આપના આશીર્વાદ અને આપની શુભેચ્છાઓ ચાહીએ છીએ.”
જુલાઈ ૯, ૧૯૪૪ આજે, હજારે પ્રેક્ષકોની હાજરીમાં એક મુસ્લિમ કાયાધીશ શ્રી. એચ.ના મહાન આત્મહત્યાગને નેતાજીએ જાહેર કર્યો. એક કરોડ જેટલી પોતાની આખી ઇસ્કયામતને-ઝવેરાત, જાગીરો અને માલમિલકતને એમણે આઝાદીના જંગને
૧ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com