________________
જય હિન્દ હિંદીઓને મન પદ્ધતિના ભેદ આંતરિક ઘરઘરાઉ મતભેદે જેવા છે. જ્યારે તમે લાહારની કોંગ્રેસ ખાતે સંપૂર્ણ સ્વાતંત્ર્યને ઠરાવ પસાર કર્યો ત્યારથી તેમની સૌની સામે એક જ બેય રહ્યું છે. હિંદ બહારના હિંદીઓને મન આપણું દેશની આજની જાગૃતિના સર્જક તમે છો. હિંદ બહારના દેશભક્ત હિંદીઓ અને હિંદની આઝાદીના પરદેશી મિત્રો આપને માટે જે ઊડે આદર ધરાવે છે તે, આપે જ્યારે ૧૯૪રના ઓગસ્ટમાં “હિંદ છોડો”વાળો ઠરાવ વીરતાપૂર્વક રજૂ કર્યો ત્યારે તે ઘણું વધી ગયું હતું.
બ્રિટિશ સરકાર અને બ્રિટિશ પ્રજા વચ્ચે ભેદ છે એમ માનવું એ ગંભીર ભૂલ છે. અલબત્ત, બ્રિટનમાં, જેમ યુનાઈટેડ સ્ટેટસમાં છે તેમ, આદર્શવાદીઓનું એક નાનું મંડળ છે કે, જેઓ હિંદને સ્વાધીન જેવાને ઈચછે છે. એ આદર્શવાદીઓને એમના દેશમાં ચક્કર” જ માનવામાં આવે છે અને તેની તે અત્યંત ઓછી સંખ્યા છે. હિંદને લાગેવળગે છે ત્યાં સુધી તે બ્રિટિશ સરકાર અને બ્રિટિશ પ્રા એક જ છે.
યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની યુદ્ધને વિષે મારું એમ કહેવું છે કે વોશિંગ્ટન ખાતે જે મંડળીનું રાજ ચાલે છે તે અત્યારે આખી દુનિયા પર હકુમત સ્થાપવાનાં સ્વનાં સેવે છે. આ મંડળી અને એનાં માણસો “અમેરિકન સિક” વિષે ખુલ્લી રીતે વાત કરે છે. તેઓ એમ કહેવા માગે છે. આ સૈકામાં યુનાઈટેડ સ્ટેટ્સ આખી દુનિયા ઉપર હકૂમત સ્થાપશે. આ મંડળીમાં કેટલાક તો એવા છે કે, જે બ્રિટનને યુનાઈટેડ સ્ટેટ્સનું ઓગણપચાસમું “સ્ટેટ” કહેવાની હદ સુધી જાય છે.
“મહાત્માજી, આપને હું ખાતરી આપું છું કે, આ જોખમભર્યા કાર્ય માટે નીકળવાને અંતિમ નિર્ણય કર્યા પહેલાં, એ આખા પ્રશ્નની બંને બાજુએ પૂરેપૂરે વિચાર કરવામાં મેં દિવસો, અઠવાડિયાં અને મહિના ગાળ્યા છે. મારા દેશની જનતાની “મારી સર્વ શક્તિ રેડીને આટલાં વર્ષો સુધી સેવા કર્યા બાદ દેશદ્રોહી થવાની અથવા કોઈ મને દેશદ્રોહી કહે એવું કરવાની ઈચ્છા મને ન જ હેય. મારા દેશબાંધના સ્નેહ અને ઉદારતાને લીધે, મને તે હિંદમાં કોઈ પણ જાહેર સેવકને મળી શકે તેટલું ઉરીમાં ઉચ્ચ માન મળ્યું હતું. મારામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખનાર અડગ અને વફાદાર સાથીઓને બનેલું એક પક્ષ હું ઊભો કરી શક હતા. એક સાહસિક ખેજ માટે બહાર જઈને તે
૧૧૦
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com