________________
જર્યાહન
એટલી બધી સહર છે કે, અત્યાર સુધીમાં ત્રણ તે એની શાખાએ ઊઘડી ચૂકી છે... અને બીજી પાંચ શાખાઓ માટેની માગણીઓ તે હજુ ઊભી છે. આઝાદ સરકારનાં તમામ રેકડ નાણું બેન્ક હરતક રહે છે.
પી.એ એક બીજી વાત કરી, મે મહિનામાં બનેલી. નેતાજી વિમાની મથક ઉપર હતા. જરૂરી કામને અંગે નાન તરફ ઊડવાના હતા. ચહેરા ઉપર બહુ મૂંઝવણ વર્તાતી હતી. આગેવાને એમને વિદાય આપવા આવ્યા હતા. તેમને ખબર નહોતી કે નેતાજીના મનમાં શી ઘડભાંજ ચાલતી હશે. એક શ્રીમંત ચેટીઆર આગળ આબે, પૂછ્યું “આપ કેક મૂંઝવણમાં લાગે છે, નેતાજી, અમે કે સેવા કરી શકીએ ?”
નાણાની ચિંતામાં છું.” નેતાજીએ ખુલાસો કર્યો. “તમે રંગૂનવાળાઓ કંઈ કરી શકે એમ મને નથી લાગતું. ફેજની જરૂરીઆત માટે મારે અત્તરઘડી ૨૦ લાખ રૂપિયા જોઈએ. ફોજના ઉપર અત્યારે કટોકટીની ઘડી છે.. બની શકે તેટલી બધી જ સહાયતા તેને તાબડતોબ પહોંચાડવી જોઈએ.”
આ વાતચીત ચાલી તે દરમિયાન વિમાન ઊડવા માટે તૈયાર થઈ ગયું. નેતાજી અંદર જઈને બેઠા. પણ કુદરતને કરવું ને ઊડવામાં કેક બેટી થયો, દશેક મિનિટે. ચેટીઆરે ત્યાં આગળ ઊભેલા આગેવાને પાસે નેતાજીની મૂંઝવણ રજૂ કરી. જલદી નિર્ણ લેવાઈ ગયા અને વિમાન પડ્યું ત્યાર પહેલાં જ નેતાજીના હાથમાં વિશ લાખના દાતાઓની તપસીલ આવીને પડી. આખી યે રકમ ત્યાં હાજર રહેલ આગેવાનોએ પિતાનામાંથી જ ઊભી કરી હતી.
મેં એક સૂચના કરી છે. ૪થી જુલાઇએ નેતાજીએ અમારી આગેવાની લીધી તેને એક વરસ પૂરું થશે. એ દિવસની ખુશાલીમાં નેતાજીની રજતતુલા કરવી. આને માટે સ્ત્રીઓને અપીલ કરવી...દાગીનાઓ, માટે. શ્રી. સી.ને મારી આ સૂચના ગમી. હું અમારી મહિલા-શાખાને આ વિષે લખવાની છું. - હવે તે ડૉકટરે મને બહાર હરવાફરવાની અને કામ કરવાની છૂટ આપે તે સારું. પથારીમાં પડયા પડયા આરામ લેવાની વાતથી હવે તે ખૂબ કંટાળી ગઈ છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com