________________
ચલો દિલ્લી મોકલવામાં વિલંબ થતું હતું. તાજેતરમાં જ મેં એક સ્પિટલની મુલાકાત લીધેલી. આપણા જખમી સિપાહીઓ અને મેલેરિયાથી પીડાતા બીજ સિપાહી સૈનિકે ત્યાં હતા. આ બધાની એક જ ઈચ્છા હતી, જે તેમણે મારી પાસે વ્યક્ત કરી અમને જલદી પાછા રણ મેદાન ઉપર મોકલી આપો અમે હવે સજજ થઈ ગયા છીએ. એ લોકેએ મેદાને જંગની હાલત જોઈ છે. તેઓ લડયા છે તેવા કપરા સંજોગોમાં તે તેઓ જ જાણે છે અને છતાં તેઓ ફરી વાર ત્યાં પહોંચી જવા માટે થનગની રહ્યા છે. તેમનો આશાવાદ અખૂટ છે. કોઈ પણ જાતની અતિશયોક્તિ કર્યા સિવાય હું કહી શકું છું કે, આ પ્રકારને અજેય આશાવાદ પૂર્વ એશિયાના હિંદીઓમાં સર્વત્ર જોવા મળે છે.
આ આશાવાદને એક બીજી વાત પણ વધુ દઢ બનાવે છે, અને તે છે હિંદની અંદરની પરિસ્થિતિ. તમે જાણો છો તેમ, કોંગ્રેસ અને સરકાર વચ્ચે હજુ સમાધાન થયું નથી. જ્યારે મહાત્મા ગાંધીજીને એકાએક છોડી મૂકવામાં આવ્યા ત્યારે ઘણા લેક મનમાં ને મનમાં એક પ્રશ્ન પૂછી રહ્યા હતા. આ મુક્તિ તબીબી કારણોસર છે કે એની પાછળ કોઈ રાજકીય ભૂમિકા છે? સમાધાનની કેાઈ પૂર્વતૈયારીરૂપે તે આ મુક્તિ નથી ? હવે એ વાત તદ્દન સ્પષ્ટ થઈ છે કે, મહાત્માજીને કેવળ એમની નાદુરસ્ત તબિયતને કારણે જ છોડી મૂકવામાં આવ્યા હતા.
એમની મુક્તિની પાછળ રાજકીય હેતુ નહોતે. મહાત્મા ગાંધીજી અને સરકાર વચ્ચે જ્યાં સુધી સમાધાન નથી થયું ત્યાં સુધી આપણે માટે ચિંતાનું એક પણ કારણ નથી. હિંદની તળધરતી ઉપર કોંગ્રેસ અને બ્રિટિશ સરકાર વચ્ચે આ પરિસ્થિતિ પ્રવર્તતી હશે ત્યાં સુધી આપણું કાર્ય બહુ જ સરળ રીતે ચાલશે. એ સમાધાનની અત્યાર સુધી તે એક્રય એંધાણી નથી; અને એથી યે વધુ પ્રોત્સાહક બિના તે એ છે કે, મહાત્માજીનાં અત્યાર લગીનાં બધાં જ નિવેદન એક જ વાત ઉપર ભાર મૂકે છે: બે વરસ પહેલાં ‘હિંદને છેડી જાઓ” વાળો ઠરાવ ખેંગ્રેસે કર્યો તેમાં કાનમાત્રા જેટલોએ ફેરફાર કરવાની જરૂર મહાત્માજી દેખતા નથી.
આ બધા સંયોગે જોતાં હું એવા નિર્ણય ઉપર આવું છું કે, હિંદની આંતરિક પરિસ્થિતિ આપણને બધી વાતે અનુકૂળ છે. કોંગ્રેસે જ્યાં સુધી બ્રિટિશ સરકાર સાથે સમાધાન નથી કર્યું, નમતું નથી આપ્યું ત્યાં સુધી હિંદી પ્રજા
૧૦૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com