________________
જય હિન્દ ૫. આપણે સ્વતંત્ર પ્રદેશ પણ પ્રાપ્ત કર્યો છે-આદામાન અને નિકાબારના ટાપુએ.
૬. આપણે આપણું વડા મથકને હિંદની નજીક બ્રહ્મદેશમાં લઈ આવી શક્યા. અને ૧૯૪૪ ના ફેબ્રુઆરીમાં આઝાદી જંગની શરૂઆત પણ કરી દીધી. ૨૧મી માર્ચે જગત સમક્ષ આપણે જાહેરાત પણ કરી શક્યા કે, આપણું દળે હિંદની તળધરતી ઉપર પહોંચી ગયાં છે.
૭. આપણા પ્રચાર ખાતાનું કામ ઘણું જ ફૂલ્યુંફાવ્યું છે.
૮. આપણે આઝાદ હિંદ દળ નામે એક નવું સંગઠન ઊભું કર્યું છે. સ્વતંત્ર હિંદમાં વહીવટનું અને પુનર્ધટનાનું કામ એ ઉપાડી લેશે.
૯બ્રહ્મદેશમાં આપણું પોતાની એક બૅન્ક ઊભી કરી—નેશનલ બૅન્ક ઓફ આઝાદ હિંદ લિમિટેડ. આઝાદ હિંદમાં મૂકવા માટે આપણું પિતાના સિકકાઓ છાપવાનો આપણે હુકમ પણ આપી દીધો છે.
૧૦. યુદ્ધના એકેએક મરચા ઉપર આપણે સંતોષકારક કામ બજાવી શક્યા છીએ. આપણું દળ હિંદમાં ઘૂસી રહ્યાં છે-આપણું દળે ધીમી પણું મકકમ ગતિએ અનેક મુશ્કેલીઓ અને સંકટને સામને કરતાં કરતાં.......!
એક વખત એવો પણ હતો કે જ્યારે આઝાદ હિંદ ફોજ યુદ્ધમાં શામેલ થશે કે નહિ થાય, અને શામેલ થશે તો તે લડી શકશે કે કેમ-અને લડી શકશે તો તે દુશમને શિકસ્ત આપી શકશે કે કેમ એ બાબત લોકોને શંકા હતી. એ કસેટીમાંથી આપણે હવે સફળ રીતે પાર પડી ચૂક્યા છીએ અને સ્વાભાવિક રીતે જ, એણે આપણું આત્મવિશ્વાસમાં પારાવાર ઉમેરે કર્યો છે.
યુદ્ધ જ્યારથી હિંદની તળભૂમિ ઉપર આવ્યું છે ત્યારથી આપણું બની ચૂકયું છે. આમ, આપણે આપણું પિતાનું યુદ્ધ લડી રહ્યા છીએ એ વાતે રણભૂમિ ઉપર લડી રહેલ આપણું સૈનિકોને જ ફક્ત નહિ, પરંતુ મોરચાની પાછળ યુદ્ધ કાર્ય કરી રહેલી આપણે પ્રજાને પણ અપાર પ્રેરણું પાઈ છે.
અત્યાર સુધીમાં મને આપણું સૈનિકે તરફથી પિતે જે અનેક હાડમારીઓ વેઠી રહ્યા છે તે બાબત એક પણ ફરિયાદ કે રાવ મળી નથી. આપણુ સિપાહીઓની રાવ ફક્ત એક જ છે. અને તે ત્યારે, કે જ્યારે એમને રણમેદાન ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com