________________
જય હિન્દ
આજે મેં શિક્ષણ ખાતાની મુલાકાત લીધી. ત્યાં શ્રી. એ. સાથે મારે ભેટ થઈ ગયા. એમણે કહ્યું કે, અહીં એકલા બ્રહ્મદેશમાં જ ૬૫ શાળાઓ ચાલે છે. એકેએક વિસ્તારમાં રાષ્ટ્રીય શાળાઓ હવે સફળતાપૂર્વક ચાલી રહી છે. મલાયામાં પચ્ચાસ છે. સૌથી વધુ નેધપાત્ર વાત છે, હિન્દુસ્તાનીના શિક્ષગુની પ્રૌઢે માં તેમ જ બાળકોમાં. શ્રી. એ.એ કહ્યું કે હિન્દુસ્તાની–બજાર હિન્દુસ્તાની નહિ પરંતુ ઉસ્તાદના ચરણોમાં બેસીને શીખી શકાય એવી શિષ્ટ હિન્દુસ્તાની હવે પ્રત્યેક હિંદી ઘરમાં પહોંચી ગઈ છેઅહીંની અમારી વસતિનો મેટ ભાગ તામિલ-ભાષા બોલનાર મજૂરે છે એ યાદ રાખતાં આ સિદ્ધિ ઘણી જ મોટી કહેવાય...રચનાત્મક કાર્ય એ આનું નામ.
અમારા ફેજના અમલદારે પોતાની છાવણીઓમાં બ્રહ્મદેશવાસીઓને પણ તાલીમ આપી રહ્યા છે. અમે બની શકે તેટલી મદદ આપી રહ્યા છીએ. અમારી ભૂખીસૂની દાળરેટી અને અમારા પાસે જે કે શસ્ત્રસામગ્રી છે તે બધાંમાં અમે એમને ભાગ આપી રહ્યા છીએ. જાપાનીઓને એમની કશી જ નથી પડી. હિંદીઓ કરતાં પણ તેમની ફિકર જાપાનીઓ ઓછી કરે છે... એ જ એનો અર્થ કે નહિ!
જૂન ૨૧, ૧૯૪૪ આજે કર્નલ એ.ને મળી. જેમાંથી કોમવાદને નાબૂદ કરવાની પદ્ધતિઓ ઉપર એ આફરીન છે. બાર ભયા અને તેર ચૉકા જેવું અહીં કશું જ નથી, પંજાબીઓ માટે એક, મદ્રાસીઓ માટે બીજી અને કોઈ ત્રીજા માટે ત્રીજું એમ જુદા જુદા વર્ગો માટે જુદું જુદું રડું ચલાવવાની રસમ ખતમ
કરવામાં આવી છે. રંગરૂટ બધા જ એક પંગતમાં બેસીને જમે છે. દરેકને • એક થાળી મળે. નિરામિષાહાર પહેલાં પિરસાય, માંસાહાર પછી. જેમને જોઈએ
તે લે. ખાનારા ન ખાનારા બધા જ સેળભેળ બેસે. ઉપરાંત, ફેજનું વાતાવરણ પણું અદભુત છે. હું તે આવી કેજમાં,” એમણે કહ્યું: “આખી જિંદગી પસાર કરવાનું પસંદ કરું.” તપસ્વીઓને શોભે એવી સાદાઈમાં જ રહે છે. બીજાં સૈન્યોમાં જે પ્રકારની ઇન્દ્રિયપરાયણતા-અને ગંદી જાતીય વૃત્તિના પ્રદર્શને સર્વ–ધારણ છે, તેનું અહીં નામનિશાં ન મળે; અહીં તે સૈનિકેએ પિતાની જાતનું સમર્પણ ઉચ્ચ સિદ્ધાંતને ચરણે કર્યું છે. એ વસ્તુ જ એમને હરહંમેશ પ્રસન્ન ગંભીર રાખે છે. પૈસા અને નિરંકુશ ઇન્દ્રિયાનંદ એ બે જ જેમનાં
૧૦૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com