________________
ચલે દિલ્લી એમાંનાં મુખ્ય સામગ્રી, નાણું, હિસાબ, ભરતી અને તાલીમ, મુદ્રણાલય, પ્રસિદ્ધિ, પ્રચાર, સ્ત્રીઓ, શિક્ષણ, જાહેર તંદુરસ્તી અને સામાજિક સ્વાધ્યું, અને પુનધટના. નાનમાં એક બીજું વડું મથક છે. મલાયા, સુમાત્રા, જાવા અને બોનિયો માટે..એમાં પણ એટલાં જ ખાતાં.
બ્રહ્મદેશમાંની શાખાઓ અને ઉપશાખાઓની સંખ્યા મલાયા કરતાં પણ મોટી છે. લગભગ સો જેટલી. તાલેન્ડમાં વીશ છે, અને સુમાત્રા, જાવા બોનિયા વગેરેમાં જુદી. ફેજ માટેના તાલીમ કેન્દ્રોની સંખ્યા પણ વધી છે. એકલા મલાયામાં જ અત્યારે ચાર છે. એક સાથે કુલ સાત હઝાર રંગને તાલીમ આપી શકે છે. બ્રહ્મદેશમાં ચાર છે–ત્રણ હજારને માટે, તાઇલેન્ડમાં એક છેએક હજારને માટે. આ બધાં તે ફક્ત સૈનિકોની તાલીમ માટે. અમલદારી તાલીમ માટે બે જુદી છે. એક નાનમાં અને બીજી રંગૂનમાં. અત્યાર સુધીમાં ૨,૦૦૦ અમલદારો તાલીમ લઈને બહાર પડયા.
બિન-લશ્કરી નાગરિક વહીવટની તાર્કીમ માટે બે કેન્દ્રો છે. એક નાનમાં અને બીજું રંગૂનમાં. હકૂમતે આરઝીનું પુનર્ધટના ખાતું એ ચલાવે છે. પરદેશીએની ધૂંસરીમાંથી મુક્ત થતા જતા માદરે વતનના વિસ્તાર ઉપર વહીવટ આ લેકે ચલાવશે–આરઝી સરકારના પ્રતિનિધિઓ તરીકે.
અમારા આન્દોલનની આધારશિલા મલાયા છે. મલાયાએ ફેજ માટે ઓછામાં ઓછા ૨૦,૦૦૦ રંગરૂટ પૂરા પાડયા, બધા જ નાગરિક વર્ગોમાંથી. નાણુ અને સામગ્રીની બાબતમાં તો મલાયાને ફાળે, બ્રહ્મદેશ તાદલેન્ડ કે પૂર્વ એશિયાના બીજા કેઈ દેશ કરતાં કયાંય મટે છે.
મલાયા ખાતે અમે ખેતીની એક વિરાટ યોજના તૈયાર કરી છે, જ્યાં હળ પૂર્વે કદી પણ કર્યું નથી એવા જંગલમાંથી લગભગ ૨,૦૦૦ એકર જેટલો વિસ્તાર અમે સાફ કર્યો... અને એને જુદા જુદા હિંદી વસાહતીઓ વચ્ચે વહેંચી આપો. આ ધરતી ઘણો જ સુંદર બદલો આપશે. વસાહતીઓને જરૂરી એજા, બિયારણ અને મકાન બાંધવાની સામગ્રી અને થોડાક રેકડ નાણું અમારી મલાયા શાખાએ પૂરા પાડયાં છે, જેથી કરીને તેઓ નવી જિંદગીની શરૂઆત સારી રીતે કરી શકે. આને પરિણામે, અમારાં રાહત-કેન્દ્રો ઉપરનું દબાણ ઘણું હળવું બનશે.
૧૦૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com