________________
ચલો દિલ્લી
જાપાની દળ હિમામાંથી પીછેહઠ કરી ગયા કે શું? દિલ્લી ને એ દાવે છે. પી. ને પૂછી જોઉં ત્યારે ખબર પડે.
બ્રહ્મદેશમાં જ્યાં જ્યાં હિંદીઓની વસાહતો છે ત્યાં ત્યાં તેમની રક્ષા કરવાનું કામ જે ઉપાડી લીધું છે. કોઈપણુ આપત્તિની સામે હિંદીના જાનમાલનું રક્ષણ તે અમે કરીશું જ.
જૂન ૧૩, ૧૯૪૪ આજે બપોર પછી શ્રીમતી એચ. એમની બે દીકરીઓ અને દીકરા સાથે આવ્યાં. હું બહાર હતી, તે દરમ્યાન અનેક મઝેદાર ઘટનાઓ બની ગઈ લાગે છે. નેતાજીની સુચનાથી આખા પૂર્વ એશિયામાં એક બાલસેનાની યેજના કરવામાં આવી છે.
બાળકો સાથે વાતચીત કરતાં મને લાગ્યું કે બાળસેનાએ એમનામાં કાતિ જ જગાવી મૂકી છે.
શ્રીમતી એ. પોતાના પાડોશી દા. પી.ની વાત કરી. જાપાની સૈન્યસત્તાધીએ દા. પી.ને શક ઉપર પકડીને જેલમાં પૂરી દીધા હતા. શ્રીમતી પી. ખૂબ ગભરાઈ ગયા હતાં. મદદ માટે કયાં નજર નાખવી એ એમને સૂઝતું નહતું. ઘણાનાં બારણું ખખડાવ્યા પછી, શ્રી. એચ. એમને નેતાજી કને લઈ ગયા. નેતાજીએ એમની વાત સાંભળી પછી દા. પી.ની તાત્કાલિક મુક્તિ યાચતા શ્રીમતી પી.ના પ્રાર્થનાપત્રની સાથે તેમણે પિતા તરફથી એક પત્ર બી. અને તેમાં દા. પી.ની તાત્કાલિક મુક્તિની માગણી કરી. શ્રીમતી પી. નેતાજીને આ પત્ર લઇને જાપાની પોલીસ ઇન્સ્પેકટરને મળ્યાં. જાપાની ઇસ્પે કટર ઘૂરકયાઃ “નામદાર બોઝને અમારા કામમાં માથું મારવાને અધિકાર નથી.”
શ્રીમતી પી.એ ઈન્સ્પેકટરને વિનતિ કરી: “તમારા ઉપરી અધિકારીઓને તે આ પત્ર વિષે વાત કરી જુઓ.” પરિણામે તે જ વખતે શ્રીમતી પી.ને વડા અધિકારી પાસે લઈ જવામાં આવ્યાં. વડા અધિકારીએ કહ્યું: “મારા
સ્પેકટરે જે કંઈ કહ્યું તે માટે હું દિલગીર છું. નામદાર બેઝે તમારા પ્રાર્થનાપત્ર ઉપર શેર માર્યો છે એનું વજન, અમારે મન અમારા નામદાર શહેનશાહના શેરા જેટલું જ છે. દા. પી.ની મુક્તિ માટે હું અબઘડી જ હુકમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com