________________
“હુકુમત-એ-આઝાદ હિંદ જાપાની નિષ્ણાત ડા. ચુમેરી એકાવાએ જાહેર કર્યું છે કે હિંદની સ્વતંત્રતા એ પૂર્વ એશિયાની શાંતિ માટે અનિવાર્યપણે આવશ્યક છે.
જાપાનની સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓ આઝાદ હિંદની કામચલાઉ સરકારને સોંપી દીધા છે. જનરલ ટેજાએ એ અંગેની રીતસર જાહેરાત પરિષદમાં કરી છે. નેતાજીએ અખબારી મુલાકાત આપી છે. એમાં એ કહે છેઃ
આંદામાન ટાપુઓ હિંદીઓને મન બ્રિટિશ ઘૂંસરીમાંથી મુક્ત થનાર પ્રથમ પ્રદેશ તરીકે મહત્ત્વના છે. એ પ્રદેશ પ્રાપ્ત થવાથી, આઝાદ હિંદની કામચલાઉ સરકાર નામ તેમ જ હકીકતની દૃષ્ટિએ રાષ્ટ્રીય સ્વરૂપ પ્રાપ્ત કરે છે. આંદામાનની મુક્તિ પ્રતીક સમી છે, અમારે મન એક શુકન સમી છે, કારણ કે એ ટાપુને અંગ્રેજો રાજકીય કેદીઓને દેશનિકાલ કરવા માટે હમેશાં વાપરતા હતા. બ્રિટિશ સામ્રાજ્યને ઉથલાવી પાડવાનાં કાવતરાં કરવાના આરેપસર જિંદગીભરની સજા પામેલા મેટા ભાગના રાજદ્વારી કેદીઓ–જેમની સંખ્યા સેંકડોની છે–એ બધાને આ ટાપુમાં પૂરવામાં આવ્યા હતા. પંચ ક્રાંતિ વખતે જેમ રાજદ્વારી કેદીઓને પૂરનાર પેરિસને ગોઝારે “બેસ્ટીલને કિલ્લો સર કરવામાં આવ્યો હતો અને રાજદ્વારી કેદીઓને મુકત કરવામાં આવ્યા હતા તે જ રીતે આપણા દેશભકતને ઘણું વેઠવું પડયું છે. આંદામાનના ટાપુએ સ્વાધીનતા માટેની હિંદની લડતમાં મુકત થનાર પ્રથમ પ્રદેશ છે. ધીમે ધીમે, હિંદની વધુ ને વધુ ભૂમિ મુક્ત થતી જશે, પરંતુ પહેલે હાથ આવેલ ધરતીને પ્રદેશ હમેશાં ઘણો મહરવને હોય છે. અમે “આંદામાન ટાપુઓને શહીદેની સ્મૃતિમાં “શહીદ ટાપુનું નામ આપ્યું છે અને “નિકેબાર” ટાપુને “સ્વરાજ” ટાપુનું નામ આપ્યું છે......
અમે ઊંચે મસ્તકે ટટાર ઊભા છીએ. પૂર્વમાં કે પશ્ચિમમાં કાઈથી પણ ઊતરતી સ્થિતિ અમે સ્વીકારતા નથી.
ઇટલીની સરકારે અમારી આઝાદ હિંદની કામચલાઉ સરકારને માન્ય રાખી છે.
ડિસેમ્બર ૧, ૧૯૪૭ મલાયા શાખાના પ્રમુખ શ્રી. ટી. ની સાથે હું પંદર દિવસ પ્રવાસે ગઈ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com