________________
ચલા દિલ્લી
એકકેક ખાસ જગ્યા સંભાળીને ગોઠવાઈ જવાના આદેશ મળ્યેા. સામે, એકાદ માલને છેટે, બ્રિટિશ લશ્કર હતું. વચ્ચેની ધરતી કેાઈના બાપની નહેાતી 1 બ્રિટિશ લશ્કરને કલ્પના થૈ નહેાતી કે, અમે અહીં સુધી પહેાંચી આવ્યા છીએ. તે લેાકેા તે અમારી નીચેની ખીણુ સુધી બરાબર કૂચ કરતા કરતા આવી પહેાંચ્યા. હવે બંદૂકા ચલાવવાને હુકમ કયારે મળશે તેની જ વાટ અમે જોઇ રહ્યા હતા. અમને લાગ્યા કરતું હતું કે, શિકાર હાથમાંથી છટકી જાય છે! પણ આખરે હુકમ છૂટયા......
હું ધારું છું કે, એ વખતે અમને ભાન જ ન રહ્યું ......કે અમે સ્ત્રીએ છીએ. અમે જાણે કઠપૂતળીએ જેવાં જ બની ગયાં હતાં. ઘેાડ ખાય, ગોળીઓ છૂટે, બંદૂકા ભરાય, કરી ઘેાડા દખાય, કરી ગાળી પછી “સંગીના ચડાવા” અને છેલ્લે હુમલે કરા 1’'
છૂટે......ક્રી
હું ઉછળીને આગળ આવી અને ડુંગરની ધાર ઉપરથી નીચે ખીણ તરફ્ દાડવા માંડી ! એક જણી મારી આગળ દોડતી હતી એ પડી ગઈ. હું મારી જાતને રોકી જ ન શકી. એના લખાયેલા હાથ મારા પગ નીચે કચડાયે. પણ ‘જય હિંદની માદક ગજ્ના સાથે મે' મારી દાટ ચાલુ જ રાખી. લાગે છે કે, આજીમાજીના ડુંગરા ઉપર બધે જ અમારા સૈનિકા હતા. જંગલની ગાઢ ઝાડીઓમાં છુપાયેલા અમે આગે દાડી રહ્યા હતાં અને “આઝાદ હિંદ ઝિન્દાબાદ” અને “ઈન્કિલાબ ઝિંદાખા”ની ગજના ચેામેરથી ઊઠતી હતી. પછી તરત જ મને એક ચેાટ લાગતી હોય એમ જણાયું. હું લથડી પડી. મને લાગે છે કે હું. ખેહેાશ બની ગઇ હાશ. ભાનમાં આવી ત્યારે મેં જોયું કે માંદાઝોળીમાં નાખીને મને અમારી હરાળાની પાછળ લઈ જતા હતા. મને પીડા તો ખૂબ થતી હતી. પણ ડૂસકું બહાર ન નીકળી પડે તે ખાતર દાંત કચકચાવીને ભીંસી રાખ્યા હતા. મારું માથું ખીચારું પીડાથી ચક્કર ચક્કર કરતું હતું. પણ મારું સ્વાભિમાન....મારી પીડા કરતાં સહસ્રગણું હતું.
મેં આંખા બંધ કરી. મને લાગ્યું કે માંદાઝોળી ઊચકનારા લેાકેા જડસા જેવા હતા. કેટલા જોશથી તે મને ઉલાળી રહ્યા હતા! આ ને આ દશામાં એક આખા યુગ વીતી ગયા... એમ મને લાગ્યું. પછી મને નીચે ભોંય ઉપર સુવરાવવામાં આવી. અમે મરચા ઉપરની ઇસ્પિતાલમાં પહોંચી ગયાં હતાં. મારા જખમે! તે હવે સ્કાઇ પણ ગયા છે. હું હરીફરી શકું છું. પાછળથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com