________________
ચલો દિલ્લી બહાદુરીના કિસ્સાઓ તે ઢગલાબંધ ટાંકી શકાય એમ છે. અન્નવસ્ત્ર અને યુદ્ધસરંજામ ત્રણેયની અછત હોવા છતાં અને વિમાની તાકાતને સદંતર અભાવ જ હોવા છતાં આઝાદ હિંદ ફોજના સૈનિકોએ બ્રિટિશ સૈન્યને એક સુસજજ દળને પાછું હઠાવ્યું હતું. વિકરાળ વાઘના ખુન્નસથી તેઓ મેદાને જંગ ઉપર ખૂઝયા હતા. આરાકાન, ઇમ્ફાલ અને પાલેલના ડુંગરાઓ તે અમારા યુદ્ધનાથી સદૈવ ગુંજતા જ રહેશે. અહીંની ધરતી ઉપર અમારું શેણિત સીંચાયું છે. અહીંની હવા સ્વર્ગે સંચરતા અમારા જવાંમર્દોના આખરી શ્વાસથી પુનિત બની ગઈ છે,
મે ૨૬, ૧૯૪૪ ઇમ્ફાલની લડાઈ દરમ્યાન એક દિલચસ્પ ઘટના બની ગઈ
મોરચાના એક ભાગમાં હિંદી સૈનિકે સામસામા પક્ષમાં હતા. આ તરફ અમારા આઝાદ હિંદના હિંદી સૈનિકે અને પેલી તરફ બ્રિટિશ સૈન્યના હિંદી સૈનિકે.
અમારા સૈનિકાએ પાટિયા ઉપર એક સંદેશ લખીને સામે પક્ષ વાંચી શકે એવી રીતે ઊંચે ચઢાવ્યો. સ દેશ હતાઃ “ અમારા પક્ષમાં ભળી જાઓ અને માતૃભૂમિની મુક્તિ માટે લડે.” - બ્રિટિશ સૈન્યના હિંદી સૈનિકોએ વળતો જવાબ આપે “તમે જાપાનના ગુલામ છે. તમારી પાસે ધાન પણ નથી. અમારા પક્ષમાં ભળી જાઓ અને ધરાઈને ધાને ભેળા થાવ.”
તરત જ આને જવાબ અમારી ફેજ તરફથી આકશમાં લહેરી રહ્યો. “અમે જાપાનના ગુલામો નથી. અમે સુભાષબાબુના સેનાપતિપદ નીચે લડી રહ્યા છીએ. ગુલામીનાં ઘી અને આટા કરતાં આઝાદીનું ઘાસ ખાવું બહેતર છે.”
અને પછી તરત જ અમારા સૈનિકોના મોંમાંથી કંડાનંદનનું ગીત ગુંજી ઊઠયું :
સર પર તિરંગા ઝંડા, જલવા દિખા રહા હૈ ! કમી તિરંગા ઝંડા, ઊંચે રહે જહામે, હે તેરી સર-બુલંદી ક્યું ચાંદ આસમાં પે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com