________________
જય હિન્દ મને ખબર પડી કે, સંગીનેને હલે બિનજરૂરી હત. દુશ્મન તે પહેલાં જ શરણે થઈ ગયા હતા. અમારી ખુવારી સારા પ્રમાણમાં થઈ હતી, પણ અમે એક મહત્ત્વને વિજય મેળવ્યો હતો. અમે બરાબર હિંદ અને બ્રહ્મદેશ વચ્ચેની સરહદ ઉપર જ હતાં...અને એ દિવસના વિજયે અમને હિંદની ધરતી ઉપર લાવીને મૂક્યા હતા.
મને આ મેમ્પો ઇસ્પિતાલમાંથી રંગૂન લઈ જવામાં આવનાર છે. રંગુનના મુખ્ય મથકમાં જોડાઈ જવાને મને હુકમ થયો છે.
મેં છેલ્લી વાર સેંધપોથી લખી ત્યાર પછી આજ સુધીમાં અનેક બીનાઓ બની ગઈ છે.
૧૮મી માર્ચે જ સરહદ વટાવીને હિંદની તળભૂમિ પર પગ મૂકવામાં ફળીભૂત થઈ. મને ખબર મળ્યા છે કે એ પ્રસંગે અમારા સૈનિકોએ હિંદમૈયાને સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને ધરતીની ધૂળને પ્રેમભર તેમણે ચૂમી. એ દશ્ય હતું હદયદ્રાવક. માભોમની ધૂળને હાથમાં લઈને તેમણે પ્રતિજ્ઞા કરી કે યુદ્ધમાં કદી પણ અમે પાછી પાની કરીશું નહિ. હિંદ આઝાદ નહિ થાય ત્યાં સુધી અમે જપ વાળીને બેસીશું નહિ.
બીજા સંગ્રામો પણ લડાયા છે. ઈમ્ફાલને ઘેરે ઘાલ્યો. મેરાઈ કહીમા અને બીજા કેટલાંક ગામડાં જે જાપાની ટુકડીઓ સાથે લીધા. વરસાદ અને હવાઈ દળના પીઠબળને અભાવ એ બે અમારી મુશ્કેલીઓ. જાપલાઓનું હવાઈ દળ કયાં ગુમ થઈ ગયું છે? ફેજ પાસે એક પણ વિમાન નથી. મણિપુરથી અમારે પાછા હઠવું પડયું, શા માટે ? વિમાની દળ, શસ્ત્રસરંજામ, ખાધાખોરાકી, વાહનો એ બધાની અછતને માટે કોણ જવાબદાર હશે? હું સાંભળું છું કે, અણીને વખતે જાપલાએ અમને છેહ દઈ રહ્યા છે. પણ બ્રિટિશ સૈન્યો સાથેની પહેલી અથડાથણે દરમ્યાન અમે પુરવાર કરી બતાવ્યું છે કે અમને જે સારી તક આપવામાં આવે તો બ્રિટિશરોને અમે હરાવીને હાંકી કાઢી શકીએ છીએ. પણ જે હિંમત, જે પૈર્ય અને જે વીરત્વ અમારા નાગરિક રંગરૂટએ પણ– કારકુન, કામદારે અને વ્યાપારીઓએ પણ–બતાવી છે તે પુરવાર કરે છે કે, હિંદી પ્રજાના લશકરી અને બિન-લશ્કરી એવા બ્રિટિશ સત્તાધીશોએ પાડેલા બે વર્ગો એ કેવળ એક ભ્રમણ જ છે ! ફરજ પ્રત્યેની ઉચ્ચ નિષ્ઠા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com