________________
જય હિન્દ
ખરેખર લડાઈ તો ફકત ૫૦૦૦ જ લડે છે. એ પાંચ હજારને પણ તામુ, કોહિમા, પાલેલ અને ટિટા જેવા બારેક સ્થળોએ નાની નાની ટુકડીઓમાં વહેંચી નાખવામાં આવ્યા છે. જેને એક જ કેન્દ્ર ઉપર સંગઠિત થવા દેવામાં કેમ નથી આવતી? એમ થાય તે અમે આસામ કે બંગાળની ધરતી ઉપર જોતજોતામાં ધસી જઇએ. અમારા સિપાહીઓ રણુજંગ ખેલવા આટઆટલા થનગની રહ્યા છે છતાં શા માટે અમને સૌને ફરજિયાત નિયિતાને સરપાવ આપવામાં આવ્યો છે?
મે ૨૧, ૧૯૪૮ મેરિયા ઉપરના જીવન વિષે મેં એક લીટી પણ નથી લખી. હાથ ઉપર અને માથા ઉપર જખમ છે એટલે અત્યાર સુધી કશું જ લખાયું નહિ. એ દિવસે પણ કેવા અતંરગી હતા ! યાદ કરી કરીને લખું.
મરચા ઉપર અમે પહોંચ્યા ત્યારે જીવનનિર્વાહની પરિસ્થિતિ ખરેખર વિકટ હતી. ન મળે પૂરતું ખાવાપીવાનું, નહિ પૂરતાં કપડાં–અરે, પૂરને દારૂગળે પણ નહિ. પણ અહીં પરવા જ કાને હતી ? - રણક્ષેત્રનું વર્ણન આપું ? નાના નાના ડુંગરાઓ અને સાંકડી ખીણવાળું એક વિશાળ જંગલ અમારું મુખ્ય મથક હતું. તે ગામોએ તે સ્ત્રીસનિકોને જન્મારામાં પણ નહિ દીઠેલાં. અમે તે પ્રદર્શનની પૂતળીઓ જેવાં બની ગયાં ! સ્ત્રીઓ અને પુરુષો માઈલેના માઇલેને પ્રવાસ ખેડીને અમને જોવા આવે. અમારી સામેના દુશ્મન-સૈન્યમાં પણ અમારા આવવાના સમાચાર પહોંચી ગયેલા–જે અમે તાજેતરમાં જ પકડેલ યુદ્ધકેદીઓ મારફત જાણ્યું.
એ ગામમાં ઘણું દિવસ સુધી અમે પડ્યા રહ્યા. જિંદી કવાયતો કરતાં કરતાં આખરે અમને ફરમાન મળ્યું ઃ લડાઈ માટે તૈયાર રહેજે. અમારે લાંબી મજલ કાપવાની હતી. મળસ્કે થતાં પહેલાં ત્રણ વાગ્યે અમે નીકળ્યાં. સર્વત્ર અંધકાર હતો. રાત અંધારી હતી અને બત્તીઓ સાથે લેવાની મનાઈ હતી. અમને ચેતવણી આપવામાં આવી હતી. અવાજ નહિ, યુદ્ધના નહિ ! શાંતિથી અને ઝડપથી આગેકૂચ જ ફકત કરવાની છે !
અમને લાગ્યું કે, અંધારામાં ને અંધારામાં અમે જાણે અનંત યોજના પસાર કરી ગયા છીએ. આખરે ચેક ડુંગર ઉપર અમે પહોંચ્યા. ત્યાં અમને
૯૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com