________________
જય હિન્દ ઝાંસીની રાણું” પલટણને માંદાઓની સારવાર કરવાનું અને રેડ ક્રોસને લગતું કામ સુપરત થયું છે. આજે સાંજે આ પ્રશ્ન વિચારવા માટે અમે સભા ભરી. કેપ્ટન એલ. અધ્યક્ષસ્થાને હતાં. અમારું કહેવું એમ હતું કે, અમે ભરતી થયાં છીએ તે મેદાને જંગ ઉપર જઈને દુશ્મને સામે ઝૂઝવા, પાછળ રહીને માંદાઓની સારવાર કરવા નહિ ! જે કે હુકમને માન આપીને અમે મેમ્પ તે આવ્યા જ હતાં...અને અમારા માટે બીજે નિર્ણય ન થાય ત્યાં સુધી સારવારનું કામ અમે ઉપાડી જ લીધું હતું, કારણ કે આખરે અમે પણ લશ્કરી સૈનિકોને જ ને! પહેલાં હુકમ મળે તેનું પાલન કરવું. અને પછી અનિવાર્ય હોય તો એ હુકમની સામે રીતસરનો વિરોધ જાહેર કરવો ! '
છતાં અમને આ પસંદ તે નહોતું જ. અને હું તેલ ચડાવીને ફરું છું એમ પી.ને લાગ્યું એટલે એમણે મને એ બાબત ચીડવી પણ ખરી...અને અમારી વચ્ચે એક નાને એવો ઝગડે થતાં થતાં રહી ગયો. હું ખૂબ જ ઉશ્કેરાઈ ગઈ છું. મારે મારા સ્વભાવ ઉપર અંકુશ રાખવો જોઈએ.
ફેબ્રુઆરી ૧૫, ૧૯૪૪ મે ઇસ્પિતાલમાં અમે સ્થિર થઈ ગયાં છીએ. ફોજ મેદાને-જંગમાં પહોંચી ગઈ છે. લડાઈ શરૂ છે. જખમીઓને પહેલો કાલે ઈસ્પિતાલમાં આવી પણ ગયે. ફેજ સફળ રીતે આગેય કરી રહી છે. ૪થી ફેબ્રુઆરીએ પહેલી લડાઈ શરૂ થઈ. અત્યાર સુધીમાં ફેજે સારી એવી આગેકૂચ કરી છે.
અમે નેતાજી ઉપર એક પ્રાર્થનાપત્ર મેકલ્યો છે.
અમારી તાલીમ સંતોષકારક અને સંપૂર્ણ છે, છતાં અમને યુદ્ધમોરચા ઉપર મોકલાવવામાં ન આવતાં, અમને નર્સોની પંગતમાં ઉતારી પાડવામાં આવ્યાં છે. કોણ જાણે શા માટે અમારી સાથે આ પ્રમાણે વર્તવામાં આવે છે. અમારા માટે અમે વીરાંગના ઝાંસીની રાણીનું નામ પસંદ કર્યું. નાન ખાતે અમારી પહેલી તાલીમી છાવણી તમે ઉઘાડી મૂકી, ત્યારે તમે પોતે જ અમને ખેળાધરી આપી હતી કે, તમે પણ ઝાંસીની રાણુની પેઠે રણમેદાનમાં જઈને દુશ્મને સામે લડી શકશો. ફેજમાં અમને જોઇને દુશ્મને હિંમત હારી બેસશે. બ્રિટિશ સૈન્યના હિન્દી સૈનિકે તમને દેખીને આપણા પક્ષમાં જ ચાલ્યા આવશે. અમે તમને વિનતિ કરીએ છીએ કે અમને યુદ્ધના મેરા ઉપર મોકલવા માટે સવાર આદેશ આપે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com