________________
જય હિન્દ અમારી બધી જ છાવણીઓમાં અમે કામ પ્રશ્નનો કોઈ અદભુત ઉકેલ લાવ્યા છીએ. અમારી “ ઝાંસીની રાણ” છાવણીમાં અમે બધાં જમાંસાહારી તેમ જ નિરામિષાહારી સૌ કઈ-એક પંગતમાં એક સાથે જમવા બેસીએ છીએ. પહેલાં દરેકને નિરામિષ (માંસ વિનાનું) ભોજન પિરસાય છે. પછી જેમને જોઈએ તેમને માટે માંસ અને મરછીની વાનીઓ પિરસાય છે. અમે, બધાં જ, તદ્દન હળીમળીને બેસીએ છીએ. ખેરાકની બાબતમાં ઉચ્ચનીચના ભેદને એક સપાટે સાફ કરી નાખવામાં આવ્યા છે. શરૂઆતમાં એ એક મોટો કેયડે હતો. પરંતુ “હિંદ સ્વાતંત્ર્ય સંઘે” એ માટે ઉપરાઉપરી સભાઓ કરી અને વતનપરસ્તી ઉપર ભાર મૂકી પ્રજાને એ માર્ગે કેળવી દીધી. આ બાબતમાં અમને જે ફત્તેહ સાંપડી છે, તે બ્રિટનની ભાગલા પાડીને રાજ્ય કરવાની દુષ્ટ નીતિને ભેગા થઈ પડેલાં હિંદમાંના અમારા ભાઈઓની આાંખ ઉઘાડે એવી છે. જ્યારે આઝાદીને મુકામ નજર સમક્ષ દેખાશે ત્યારે કોમવાદ એની સામે જ અવસાન પામશે. ૧૯૨૧ના અસહકાર અને ખિલાહતના દિવસોમાં હિન્દુઓને મુસ્લિમ મોિમાં અને મુસ્લિમોને હિન્દુ ધાર્મિક પ્રસંગોએ પરસ્પર આમંત્રણ મળ્યાં જ હતાં ને ! રાજકીય ધ્યેય જેમને ન હોય, આઝાદીની આરઝુ જેમને ન હોય એવા ગુલામમાં જ કોમવાદ કાલી શકે છે. કેમવાદ, એ ધનવાન આળસુઓને શોખ છે અને એ ધનવાન આળસુઓ દેશના શત્રુ છે.
મેં ખૂબ મહત્વની વાત સાંભળી છે. શ્રી. કે.એ મને એ કહી છે, એટલે એને ન માનવાનું કઈ કારણ નથી. “હિંદ સ્વાતંત્ર્ય સંઘે” સુભાષબાબુની નેતાગીરી નીચે જે જમ્બર તાકત જમાવી છે એનાથી જાપાનીઓ ગભરાય છે. હિંદી સ્વાધીનતા અંગે નેતાજી આવી સદંતર રાષ્ટ્રીય વલણ અખત્યાર કરશે એવી એમની ગણતરી નહતી. જ્યારે જ્યારે નેતાજીને જરા પણ શક પડે છે કે જાપાનીઓ અમને રમકડાં બનાવવાની કોઈ ચાલ ચાલી રહ્યા છે, ત્યારે દરેક વખતે નેતાજી એમની એ ચાલ ઊંધી વાળે છે અને એનાં પરિણામ પણ આવે છે. ચાળીસ હજાર કરતા મોટી સંખ્યાની ફેજ અમે કેમ રાખી ન શકીએ એનું કારણ હવે સમજાય છે. વધુ મોટી સંખ્યા થવા દેવાની જાપાની ના પાડે છે. વળી ફેજના સેનિકોને રોજ-બ-રોજની જરૂરીઆતે માટે તૈયાર વસ્તુઓ મેળવવાની પણ તકલીફ છે. જાપાનીઓ એવાં બહાનાં કાઢીને છટકી જાય છે કે એમના પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com