________________
હુકુમત–એ–આઝાદ–હિંદ એમનામાં આવેલા પ્રબળ રાષ્ટ્રીય જુવાળને એક ચિઠ સમી છે. કૌલાલપુરમાં તે હિંદુરતાની શીખવા માટેના પાઠ ધ્વનિવર્ધક યંત્રો દ્વારા આપવામાં આવે છે.
આને અર્થ એ નથી કે બાળકો માટે તામિલ ભાષાની નિશાળ નથી. રામકૃષ્ણ મિશન પણ હિંદુસ્તાની પ્રચારનું કામ કરે છે અને સંધને ઘણી રીતે સહાયભૂત બને છે. હિંદના આ “મિશનરીઓ” ખરેખર વતનપરસ્ત છે અને પીડિત માનવજાતની એમની સેવા ઉત્તમોત્તમ યૂરોપિય મિશનરીઓનાં કામને સહેલાઈથી આંટે એવી છે.
જોહર અને મલાકકાના પ્રવાસમાં શ્રી. કે. અમારી સાથે જોડાયા હતા. એ બહુ જુસ્સાદાર ભાષણકર્તા છે. એમણે મને કહ્યું કે સંધના સભ્ય થવા માટેના બિલ્લાઓની માગણી ઘણી જ મોટી છે કુલ સભ્યોને આંકડો લગભગ બે લાખ ને પચીસ હજારની સંખ્યાએ પહોંચ્યો છે. સંધના સક્રિય કાર્યકર્તાઓ માટે આછા ભૂરા રંગની પટીવાળે એક નવે બિલે દાખલ કરવામાં આવ્યો છે. એમણે મને કહ્યું કે એકલા મલાયામાં જ એવા પંદર હજાર બિલાઓ તે અપાઈ પણ ગયા છે. એ બિલા સંધને માટે ચોવીસે કલાક કામ કરનારા કાર્યકર્તાઓને જ અપાય છે. કાર્યકર્તાઓ ગમે તે કામ કરતા હોય અને જુદાં જુદાં કામનું મહત્વ ગમે એટલું ઓછુંવતું હોય પણ “બિલ્લો” ધારણ કરનાર બધા જ માણસો સમાન છે અને એકબીજાને ભાઈ તરીકે માને છે.
હિંદ સ્વાતંત્ર્ય સંધ”ની સિલનશાખાએ પણ કામ શરૂ કરી દીધું છે.
પૂર્ણ સ્વરાજ” અમારું દૈનિક અખબાર ઘણું લોકપ્રિય છે. જયાં જ્યાં હિંદીઓ વાંચી શકે છે ત્યાં ખૂણેખૂણુમાં એ પહોંચી ગયું છે. “જય હિંદ”–
અઠવાડિક પણ લેકમાં ખૂબ માનીતું બન્યું છે. પેનાગની સભામાં દશ મિનિ૮માં એની સો નકલ મારી પાસેથી વેચાઈ ગઈ હતી; અને મારી જેવાં તે એ અખબાર વેચનાર બીજા કેટલાંયે હતા.
ડિસેમ્બર ૧૦, ૧૯૪૩ અમારા “હિંદ સ્વાતંત્ર્ય સંધ”ના કામમાં બધી જ કામો અને જાતિએને કેઈ અજબ સુમેળ અને સંપ સ્થપાયો છે. કેમવાદને કોઈ અંશ સરખો પણ નથી. મુસ્લિમ, હિંદુ, ખ્રિસ્તી, યહૂદી, ડોગરા-બધા જ સાથે મળીને કામ કરે છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com