________________
જય હિન્દ હસ્તક આવશે...હિંદની મુક્તિ હિંદી પ્રયત્ન અને કુરબાનીથી જ સિદ્ધ થશે, આપણી પેાતાની જ ફાજથી સિદ્ધ થશે.”
ઓકટોબર ૧,
૪૩
જાલાન અને બેસાર સ્ટેડીઅમ ખાતે, જ્યાં નેતાજીએ ગઈ કાલે એક નવા મારચા ઉપર વિજય મેળવ્યેા, ત્યાંના પ્રેરક બનાવાની નોંધ મારે કરવી જ જોઇએ.
નેતાજી જ્યારથી શ્વેાનાનમાં આવ્યા ત્યારથી એમના ઉપર પૈસા અને અન્ય ભેટાને વરસાદ વરસ્યા જ કરે છે, પશુ એટલે ફાળા એમને પૂરતો લાગત નથી. એટલે નેતાજીએ ગઈ કાલે સ્ટેડીઅમ ખાતે એક ખાસ અપીલ” ધનવાન હિંદી વેપારીઓને ઉદ્દેશીને કરી.
નેતાજી ગાઁ
આઝાદ હિંદ ફોજમાં સ્વેચ્છાએ જોડાયેલા અને અત્યારે તાલીમ લેતા માણુસા તરફ નજર કરો. એમને ખબર નથી કે હિંદને આઝાદ બનેલું જેવા માટે એમનામાંથી કેટલા જણા જીવતા રહેશે. એમના લાહીનું છેલ્લામાં છેલ્લું ટીપું રેડી દેવાના એક માત્ર વિચારથી તેઓ તૈયાર થઈ રહ્યા છે. જવું તે સ્વાધીન હિંદુમાં, નહિં તે મરવું-એ એક માત્ર વિચારથી તે સજ્જ થયા છે. એમને માટે પીછેહટના કાર્યક્રમ છે જ નહિં.
..
“કાં તો વિજય પ્રાપ્ત કરવા અને કાં તો લોહીનુ આખરી બિન્દુ વહાવી શહીદ થવું, એ ધ્યેય માટે,જ્યારે આઝાદ હિન્દ ફાજ તાલીમ લઇ રહી છે ત્યારે પૈસાદાર લાકા મને પૂછે છે કે સાધનાના સર્વાંગી સંગઠનને અથ એમના ધનના પાંચ કે દશ ટકા જેટલા થાય કે કેમ ? ટકાની વાતે કરનાર એ માણુસાને હું એમ પૂછું છું કે આપણે શું આપણા સૈનિકાને એમ કહી શકીએ કે લડતી વખતે તમે તમારું દશ ટકા જેટલું જ લાહી રેડો અને બાકીનું બચાવી લેજો ।
“ગરીબ લેકા સ્વેચ્છાએ આવીને, હાંશપૂર્વક પોતાનું સર્વસ્વ આપી દઈ રહ્યા છે. ચાકીદારો, ધામી, હજામેા, નાની હાટડીવાળા અને ગાવાળા જેવા એથીયે ગરીબ વર્ગના હિંદી એમની પાસે જે કંઈ હતું તે બધું આપી દેવા આગળ આવ્યા છે; અને એ ઉપરાંત, એમનામાંના કેટલાય તા ફોજમાં જાડાયા પણ છે.
७६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com