________________
જય હિન્દ
તિરસ્કારભર્યું વલણ જૂના વિચારના મર્દો બતાવે છે તે તેમની પિકળ મુરબ્બીવટ હોય છે. પરંતુ પી. થોડો વખત જવા દે, અને અમે તમને બતાવી આપીશું કે અમે ખરેખર મજબૂત સૈનિકે બની શકીએ તેવી છીએ. તે વખતે તમને સમજાશે કે નાની છછુંદર કે મોટા ઊંદરને જોઈને ચીસ પાડી નાસતી ભીરુ બરી બદલાઈને એની ઝાંસીની રાણી બની ગઈ છે કે જે પોતાના દેશ માટે, પિતાની દેશભક્તિ માટે શત્રુને વાત કરતાં પણ અચકાશે નહિ..
ઓકટોબર ૨૩, ૧૯૪૩ જાપાનની સરકારે અમારી આઝાદ હિંદ સરકારને માન્ય રાખી છે અને “આઝાદ હિંદ સરકારનું ધ્યેય-હિંદની સંપૂર્ણ આઝાદી-સિદ્ધ કરવા માટેના આઝાદ હિંદુ સરકારના તમામ પ્રયત્નમાં શકય હોય એટલે બધે સહકાર અને સહાય આપવાનું વચન આપ્યું છે.
હું હમણુ છાવણીમાં રહું છું, ડ્રીલ, વ્યાયામને અને બંદૂક ચલાવવાની તાલીમને અમારે જિદે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. મને કહેવામાં આવ્યું છે કે મારે અમુક વધુ કલાક તાલીમ લઈને, અફસર તરીકે તૈયાર થવું, અને હું એ કરવાની છું. અમારું લશ્કર હિંદમાં આગળ વધતું જાય ત્યારે મુક્ત થયેલા પ્રદેશ માટે વહીવટ ચલાવનારા તૈયાર કરવા માટેનું તાલીમ કેન્દ્ર પણ ખેલવામાં આવ્યું છે. ખૂબ ઉચ્ચ લાયકાતવાળા માણસોને જ લેવામાં આવે છે. એમાં ટેકનિશ્યનો છે અને વહીવટ–નિષ્ણાત પણ છે..
ઓકટોબર ૧૫, ૧૯૪૭ ગઈ રાત્રે બરાબર બાર વાગ્યા પછી પાંચ મિનિટે આઝાદ હિંદ સરકારના પ્રધાનમંડળની બીજી બેઠકમાં નીચેને ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યોઃ
આઝાદ હિંદની કામચલાઉ સરકાર બ્રિટન અને યુનાઈટેડ સ્ટેટસ સામે યુદ્ધ જાહેર કરે છે.”
જ્યારે નેતાજીએ આ વાત, ગઈ કાલે સાંજે, ભવ્ય મ્યુનિસિપલ મહાલયની સામેના મેદાનમાં મળેલી વિરાટ સભા આગળ જાહેર કરી ત્યારે હર્ષનાદ અને જયજયકારનાં સૂત્રોથી જાણે આકાશ ભેદાઈ ગયું અને પ્રમત્ત પિકાના અવાજેએ એ સમાચારને વધાવી લીધા. પૂરા પા કલાક સુધી પચાસ હજારથી વધુ માણસોની એ વિરાટ મેદનીને ઉત્સાહ અદમ્ય હતો. કેટલી યે જગ્યાએ ઉત્સાહ
૭૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com