________________
જય હિન્દ
સૂરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગા !
જય હે, જય હે, જય હે, જય હે, જય હે, જય હો! ભારત નામ સુભાગા!
૨૨ ઓકટોબર, ૧૯૪૭ આજે અમારે દિવસ હત નેતાજીએ ધ્વજ ફરકાવ્યો અને “ ઝાંસીની રાણી” નામે લશ્કરી ટુકડીની છાવણીનું ઉદઘાટન કર્યું. આજના દિવસની પસંદગી બરાબર હતી. ઝાંસીની રાણીને એ જન્મદિવસ હતો. એ જ દિવસે પૂર્વ એશિયાની વર્તમાન ઝાંસીની રાણીઓના પુનર્જન્મ ટાણે નેતાજીએ દાયણનું કામ કરી બતાવ્યું.
બરાબર સાંજે પાંચ વાગ્યે નેતાજી આવી પહોંચ્યા. શ્રીમતી સી. જે અમારા નાન સ્ત્રી-વિભાગનાં પ્રમુખ છે, તેમણે તેમને સત્કાર્યા. કેપ્ટન શ્રીમતી એલ. નેતાજીની સાથે હતાં. તેમણે અમારી સલામી (ગાર્ડ ઓફ
નર)ને નિરખી. તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. હાથમાં રાઈફ સાથે, પ્રતિમાએની જેમ નીરવ ઊભાં રહીને, અમે તેમનું ભાષણ સાંભળ્યું. યુદ્ધભૂમિમાં લડનારા સૈનિકે બનવાની અમારી યોગ્યતા સંબંધે નેતાજીના મન ઉપર પ્રતિકૂળ છાપ કદાચ પડી જશે એવો અમારા મનમાં ભય હતો, એટલે તેમના ભાષણ વખતે અમે જાણે શ્વાસ પણ લેવાનું બંધ કર્યું હોય એવી શાંતતા - અને સ્તબ્ધતા જાળવી હતી. નેતાજી બેલ્યા :
બહેને ! ઝાંસીની રાણી ટુકડી છાવણીનું ઉદઘાટન એ પૂર્વ એશિયામાંનાં આપણું આંદોલનની પ્રગતિમાં એક મહત્વનું સીમાચિહ્ન છે.
આપણું રાષ્ટ્રનું પુનરુથાન કરવાના મહાન કાર્યમાં આપણે લાગી ગયા છીએ. અને તેથી આપણી સ્ત્રી જનતામાં નવા જીવનને સંચાર થાય એ ખરેખર બંધબેસતું છે.
“આપણે ભૂતકાળ મહાન અને કીર્તિવતે છે. ભારતનો ભૂતકાળ જે તેજસ્વી ન હતી તે તેણે ઝાંસીની રાણુ જેવી વીરાંગનાને ઉત્પન્ન કરી ન હેત.” ૭૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com