________________
જય હિન્દ
પુનરચનાનું કામ પણ આગળ વધતું જાય તે માટે અત્યારથી જ માણસોને અમે તાલીમ આપી રહ્યા છીએ. ટૂંકમાં, આઝાદીના આગામી યુદ્ધને માટે તથા ત્યાર પછી આપણી ઉપર આવી પડનાર કાર્ય માટેની સર્વ તૈયારીઓ અત્યારે આપણે કરી રહ્યા છીએ અને એ તૈયારીમાં કોઈ જાતની ઊણપ રહેવા દેતા નથી.
આઝાદ હિંદની આવી સરકાર હિંદમાં જ સ્થાપી શકાઈ હોત અને એ સરકારે સ્વાધીનતા માટેનો આખરી જંગ આરંભ્યો હતા તે ઘણું સારું થયું હેત એ દેખીતું છે. પણ આજે હિંદમાંની સ્થિતિ, અને બધા જ નામાંકિત અને સન્માનિત નેતાઓ જેલમાં છે એ બીના લક્ષમાં રાખતાં, હિંદની સરહદમાં કામચલાઉ આઝાદ સરકારની સ્થાપના થાય એવી આશા સેવવી વ્યર્થ છે. એ જ પ્રમાણે સ્વાધીનતા માટેના આખરી જંગનું સજન અથવા શરૂઆત પણ દેશમાંથી થઈ શકે એ આશા વ્યર્થ છે. એટલા માટે પૂર્વ એશિયામાંના હિંદીઓએ એ ગંભીર કાર્ય માથે ઉપાડવાનું છે.
આપણા દિલમાં લેશ માત્ર પણ શંકા નથી કે, જ્યારે આપણી ફરજ સાથે આપણે હિંદની સરહદ ઓળંગીશું અને આપણે રાષ્ટ્રીય ઝંડ હિદની ધરતી પર રેપીશું ત્યારે આખા હિંદમાં એક સાચી ક્રાનિત ફાટી નીકળશે અને એ ક્રાન્તિ હિંદમાંની બ્રિટિશ હકૂમતને આખરી અંત આણશે.
આઝાદ હિંદ ફેજના સર્જનથી પૂર્વ એશિયાના આખા આઝાદી આદેલનને એક પ્રકારની વાસ્તવિક્તા અને ગંભીરતા સાંપડી છે. જો આ ફેજ ઊભી કરી શકાઈ ન હોત તે પૂર્વ એશિયામાં સ્વાતંત્ર્ય સંધ માત્ર પ્રચાર કરનાર સંસ્થા જ બની રહેત. પણ આઝાદ ફેજ સઈ શકાઈ છે એટલે જ આઝાદ હિંદની કામચલાઉ સરકાર સ્થાપવાનું શક્ય તેમ જ આવશ્યક બન્યું છે. આ સરકારને જન્મ સંધમાંથી થયે છે અને એને હેતુ હિંદની સ્વાધીનતાને આખરી સંગ્રામ આરંભવાને અને ચલાવવાને છે.
આવી કામચલાઉ આઝાદ સરકાર ઉભી કરવામાં, આપણે એક બાજુએ હિંદની પરિસ્થિતિની આવશ્યકતા પરિપૂર્ણ કરીએ છીએ અને બીજી બાજુએ ઈતિહાસને પગલે અનુસરીએ છીએ. થોડા વખત પહેલા જ ઈતિહાસ જોઈએ તે, આઈરીશ પ્રજાએ ૧૯૧૬માં, એની કામચલાઉ સરકાર સ્થાપી હતી. ચેક લેકેએ પણ ગત મહાયુદ્ધ દરમિયાન એમ જ કરેલું. તુર્કોએ મુસ્તફા
૭૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com