________________
હુકુમત-એ-આઝાદ-હિંદ
શ્રી. દેવનાથ દાસ, શ્રી. ડી. એમ. ખાન, શ્રી. એ. યેલાપા, શ્રી જે. થીવી, સરદાર ઈશરસિંધ-સલાહકારે; શ્રી. એ. એન. સરકાર–ધારાકીય સલાહકાર,
નેતાજીના પ્રવચનમાંથી પણ કેટલાક ફકરા હું અહીં ઉતારું છું:
છેલ્લા થોડાક મહિનાથી હિંદમાંની પરિસ્થિતિ આપણું કાર્યને સાનુકૂળ નીવડે એ રીતે બદલાતી રહી છે, જે કે એને લીધે પ્રજાને તે વધુ આપત્તિઓ વેઠવી પડી છે.
“હિંદના ઘણે ભાગમાં, ખાસ કરીને બંગાળમાં, પ્રવર્તતા દુકાળને લીધે હિંદમાને રાજકીય અસંતોષ અને ખળભળાટ ઘણો વધી ગયો છે. લગભગ ચાર વરસથી બ્રિટનના યુદ્ધહેતુઓ માટે હિંદના ખોરાક અને બીજા સાધનાનું નિયપણે શેષણ થવાને લીધે જ, મોટે ભાગે, આ દુકાળ આવ્યો છે એ ચક્કસ છે. તમે જાણે છે કે, આપણું સંધ તરફથી એક લાખ ટન ચેખા, હિંદમાં ભૂખે મરતા આપણું દેશબાંધવા માટે, મફત અને બિનશરતે મેકલવાની ‘ફર' મેં કરી હતી અને એ હતું તે પહેલે જ હતે. પણ હિંદમાંના બ્રિટિશ સત્તાધિકારીઓએ એ “ઓફરને સ્વીકારી નહિ એટલું જ નહિ પણ બદલામાં, સામી ગાળો દીધી.
તમે કદાચ જાણતા હશે કે, પહેલી જુલાઈથી તે અત્યાર સુધીમાં મેં મલાયા, તાઈલેન્ડ, બર્મા અને ઇન્ડો-ચાનામાં એક કરતાં વધુ વાર પ્રવાસ કર્યો છે. એ દરેક સ્થળે, આપણું દેશવાસીઓમાં મને જે ઉત્સાહનાં દર્શન થયાં તેને લીધે મને પ્રબળ પ્રોત્સાહન મળ્યું છે, એટલું જ નહિ પણ મારી શ્રદ્ધા. અને આશામાં ઘણું જ વધારે થયો છે.
હું તમને એ વાતની પણ ખબર આપવા માગું છું કે, અમે આગામી યુદ્ધ માટે યોજનાઓ અને તૈયારીઓ કરીએ છીએ. એ ઉપરાંત યુદ્ધોત્તર પુનરચના માટેની યોજનાઓ અને તૈયારીઓ કરતા રહ્યા છીએ. એંગ્લે-અમેરિકન અને તેમના મળતીઆઓને આપણા દેશમાંથી કાઢી મૂકવામાં આવશે ત્યારે ત્યાં શી સ્થિતિ હશે એની કલ્પના આપણને અત્યારે આવી શકે છે. તેથી અમારા વડા મથકે અમે પુનર્રચનાનું ખાસ એક ખાતું ઉઘાયું છે અને ત્યાં આગળ યુદ્ધોત્તર પુનરચનાના પ્રશ્નોને અભ્યાસ કરવામાં આવે છે. હિંદમાં આપણી લશ્કરી પ્રવૃત્તિઓ જેમ જેમ આગળ વધે તેમ તેમ, સાથે સાથે, ઝડપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com