________________
હુકૂમત–એ–આઝાદ–હિંદ એ જ રીતે પ્રાચીન ભારતની મૈત્રેયી, મહારાષ્ટ્રની અહલ્યાબાઈ, બંગાળની રાણ ભવાની, રઝિયા બેગમ તથા નૂરજહાં જેમણે હિંદમાં બ્રિટિશ રાજ્ય પૂર્વના તાજેતરના જ ઐતિહાસિક કાળમાં તેજસ્વી રીતે રાજકાર્યભાર ચલાવ્યો હતા એવી વ્યકિતઓ પણ ભારત નિપજાવી છે. હિંદભૂમિની ફળદ્રુપતા પર મને પૂરે વિશ્વાસ છે. મને ખાતરી છે કે ભૂતકાળની પેઠે હિંદ પણ જરૂર ભારતની નારીલતા ઉપર ઉત્તમ પુષે ઉગાડશે.
“આ પ્રસંગે મારે ઝાંસીની રાણુ સંબંધે છેડા શબ્દો કહેવા જોઈએ. જ્યારે ઝાંસીની રાણીએ પિતાની લડત શરૂ કરી ત્યારે તે માત્ર ૨૦ વર્ષની હતી. ૨૦ વર્ષની વયની એક છોકરી ઘોડેસવારી કરે અને ખુલ્લી લડાઈમાં ખડગ વીઝી જાણે એને અર્થ શું તે તમે કલ્પી શકશે. તેનામાં કેટલું શ્રેય અને કે જુસ્સે હશે તે પણ તમે સહેલાઈથી સમજી શકશે. તેની સામે જે અંગ્રેજ સેનાપતિ લગ્યો હતો તેણે કહ્યું છે કે “તે બળવાખોમાં ઉત્તમ અને વીત્તમ નારી હતી. પહેલાં તે ઝાંસીના કિલ્લામાં રહીને લડી, અને જ્યારે કિલ્લે ઘેરાયે ત્યારે તે એક લશ્કરી ટુકડી સાથે નાસી છૂટીને કાલ્પી ગઈ, જ્યાંથી પણ તેણે લડાઈ આગળ ચલાવી. એ યુદ્ધભૂમિમાંથી પણ જ્યારે તેમને પાછા હઠવું પડયું, ત્યારે તેણે તાત્યા ટોપેને સાથ કર્યો. વાલિયરના કિલ્લા પર હલે કરીને તેને કબજે લીધે અને તે કિલ્લાને યુદ્ધમથક તરીકે ઉપયોગ કરીને તેણે યુદ્ધ આગળ ચલાવ્યું; અને એ છેલ્લી તથા મહાન લડાઈમાં તે લડતાં લડતાં મૃત્યુ પામી.
દુર્ભાગ્યે ઝાંસીની રાણી હારી ગઈ તે તેને પરાજય નહોતો પણ હિંદને પરાજય હતો. તે મૃત્યુ પામી પણ તેને જુસ્સ કદાપિ મૃત્યુ પામી શકતા નથી. પુનઃ એક વાર હિંદ ઝાંસીની રાણુને ઉત્પન્ન કરી શકે અને તેને વિજય ભણી કૂચ કરાવી શકે.”
આજે અમે છાવણીમાં ૧૫ સ્ત્રીઓ છીએ. આ વડી છાવણું છે. તાલેંડ અને બ્રહ્મદેશમાં સ્ત્રીઓની બીજી છાવણીઓ પણ છે. અમે એકલા મલાયામાંથી ૧૦૦૦ સ્ત્રી–સૈનિકે એકત્ર કરવાનું માથે લીધું છે.'
રાત્રે જ્યારે હું ચાલતી ઘેર ગઈ ત્યારે હું મારની પેઠે કાં તો નાચતી હોઈશ અને માથું ઊંચું રાખીને જતી હોઈશ. પી. એ મારી જરાક મજાક પણ કરી પણું મને તે મજાકની દરકાર નથી. અમારા જેવી સૈનિક સ્ત્રીઓ તરફ આવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com