________________
જય હિન્દ
એપ્રિલ ૯, ૧૯૪8
હું ખેંગ્ઝાકમાં આવી છું. અહીંના રેડિયા ઉપરથી થતા હિંદી વાયુપ્રવચનેાની વ્યવસ્થા કરવાની અને એમાં સુધારાવધારા સૂચવવાની મને આજ્ઞા થઈ છે. સધ પ્રત્યેક મેરચાને પાતાની નીતિની સાથે મેળ ખાય એવી રીતે મજબૂત કરવા માગે છે.
પરિણામે મારી આ ખેંગકાક સુધીની ખેપ. આ મથક ઉપરથી અત્યાર સુધીમાં થયેલાં વાયુપ્રવચનેને હું તપાસી રહી છું.
દિલ્લીથી ઑલ ઇન્ડિયા રેડી અમારો ઉપહાસ કર્યાં કરે છે. અમને હિના દુશ્મનેા તરીકે જાહેર કર્યાં કરે છે. પણ અમે તા નથી ઉચ્ચાર્યાં એક પણ એવા શબ્દ, કે નથી કર્યું. એવું એક પણ કામ, જેથી અમારે શરમાવું પડે. પ્રામાણિક વતનપરસ્તાને છાજે એવી રીતે વતનની આઝાદીના જગને અમે ખેડી રહ્યા છીએ. દિલ્લી અને ખેંગકાકથી થતાં વાયુપ્રવચનાને એક હારમાં ગાઠવીને એના ઉપર કાઇ આન્તરરાષ્ટ્રીય તપાસપંચ બેસાડે તો ખરાખોટાનું પારખુ થાયઃ તે વતનપરસ્ત કાણુ છે અને વતનને ખેવફા કાણુ છે એના સાચા જવાબ સાંપડે. એ જવાબ શું હશે તે વિષે મારા મનમાં તે લેશમાત્ર શંકા નથી.
૧૩મીએ અમે જલિયાવાલા બાગની ઘટના વિષે એક ભવ્ય કાર્યક્રમ રજૂ કરવાના છીએ. નાટકા, ગીતે અને પ્રવચને એના માટે ખાસ તૈયાર કરાવવામાં આવ્યાં છે.
એપ્રિલ ૧૮, ૧૯૪૩ ૧૯, ચેન્સરી લેઈન ઉપર આવેલી મલાયાની અમારી વડી કચેરીમાં પૂર એશિયાના હિંદીઓની પરિષદ મળી ગઈ. જાહેર કરવામાં આવ્યુ કે, શ્રી. સુભાષ્માજી મે મહિનામાં યુરાપથી અહીં આવી પહોંચશે.
આઝાદીના આખાયે આન્દોલનને હવે યુદ્ધની ભૂમિકા ઉપર લઇ જવામાં આવ્યુ છે. નાણા અને સરંજામ માટે એક વિરાટ પ્રયત્ન શરૂ કરવાના નિરધાર થઈ ચૂક્યા છે. પૂર્વ નિર્ણીત અદાજપત્રના આધારે તમામ સાધનસપત્તિને એક કેન્દ્રમાં એકત્રિત કરવાની યાજના સ્વીકૃત થઈ ગઈ છે.
બધીયે શાખાઓ અને ઉપશાખાને પુનઃસ’કક્ષિત કરવામાં આવશે. એમનામાં નવા પ્રાણ પૂરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com