________________
જય હિન્દ
સુભાષબાબુએ તે સનાં હદય જીતી લીધાં છે. વિરત્વ નીતરતી ચાલ, આઝાદ રાષ્ટ્રના સ્વમાનનું પ્રતીક હોય એવું ઉન્નત મસ્તક, મંત્રમુગ્ધ કરી નાખે એવું સ્મિત. અમને અમારા લક્ષ સુધી પહોંચાડી શકે એવો સરદાર મળી ગયે. એમના ફેટોગ્રાફે તે ઘણુય જોયા હતા. પણ એમને દીઠા ત્યારે ખબર પડી કે એ તે એમના ફેટોગ્રાફે કરતાં અનેક ગણું વધુ સુન્દર છે! એમના દેહની પૌરુષભરી ઊચાઈ બીચારા ફેટોગ્રાફરે શી રીતે બતાવી શકવાના હતા ! સ્થાનિક કાર્યકરોને મળવા માટે એ ચેન્સરી લેઈન ઉપરની અમારી કચેરીમાં આવ્યા ત્યારે મેં એમને નયને ભરી ભરીને નીરખ્યા. વિરાધ માત્રને આગાળી નાખે એવું સ્મિત એમના હોઠ ઉપર રમે છે.
સદાયના વહેમી એવા શ્રી. ડી.એ જ્યારે જાપાનીઓની વિશ્વાસપાત્રતા વિષે શંકાઓ બતાવવા માંડી ત્યારે સુભાષબાબુએ એમના તરફ સહેજ વળીને સ્મિત કર્યું, અને કહ્યું
એમની રમતનું રમકડું ન બનવા જેટલી અકલ મારામાં હશે એમ તમે માને છે ખરા? તો પછી હું કહું છું કે, જાપાનીઓ આપણી સાથે દરે રમી શકે તેમ નથી એવી મારી ખાતરી છે. અને તમારે એ માનવી પડશે. એ લેકે આપણને બનાવી જાય, જરૂર, પણ તે આપણે પૂરા સંગઠિત ન હાઈએ તે, આપણે આપણી આઝાદી માટે લડી શકે એવું પ્રચંડ હિંદી સૈન્ય ઊભું ન કરી શકીએ તે. આપણે જીવતા અને જાગતા અને સાવધાન રહેવું પડશે જ. ફક્ત બ્રિટિશ શાહીવાદી દુમને સામે નહિ, ફકત શાહીવાદી વૃત્તિવાળા જાપાની રાજપુરો સામે જ નહિ, પણ આપણી પોતાની જ વચ્ચે રહીને કામ કરતા આપણે પોતાના જ કેટલાક હિંદી ભાઈઓ ઉપર પણ શિરતાપૂર્વક આપણે આઝાદીની રણચંડી માગે છે અને માગે તેટલી કુરબાની આપવા માટે તૈયાર રહેવું પડશે. દરેક જણ તૈયાર થઈ જાય-કામને માટે. હું કામના ડુંગરાં લાવ્યો છું. તમારા સૌના માથા ઉપર મારે તે એ કામના જ ડુંગરા ખડકવાના છે.”
જાણ ૦, ૧૦૦ સુભાષબાબુ આજે ફેજના આગેવાનોને મળવાના છે. ગઈ કાલે તેઓ હેગાંગ, તાલેન્ડ, બ્રહ્મદેશ, બેચેં વગેરેના સંધના કાર્યકરને મજ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com