________________
આઝાદીની ઉષા
જ. એ જવાબદારી આપણે બીજા કોઈ ઉપર નહિ ઢાળીએ. એમ કરીએ તે આપણું રાષ્ટ્રીય ગૌરવ ઝંખવાય.....
“પણ શત્રુ નિર્દય અને નિષ્ફર છે. મરણિ છે. નખશિખ શસ્ત્રસજજ છે. એવાની સામે સત્યાગ્રહ, ભાંગફોડ કે કાતિશીલ ત્રાસવાદીને શો ગજ વાગે? બ્રિટિશ સત્તાને જે હિંદમાંથી બહાર હાંકી કાઢવી હોય તે દુશ્મની સાથે આપણે તેના પિતાના શસ્ત્રો વડે જ લડવું જોઈએ. દુશ્મને તે તલવાર કયારનીય ખેંચી છે..તલવારથી જ આપણે એને જવાબ આપવો જોઈએ.
“મને શ્રદ્ધા છે કે પૂર્વ એશિયાના માત્ર હિંદી ભાઈઓની સહાયતાથી હું એક પ્રચંડ સત્ય ઊભું કરી શકીશ, જે સૈન્ય હિંદમાંથી બ્રિટિશ સત્તાને વાળીઝૂડીને સાફ કરી દેશે. ઘડી બજી ચૂકી છે, પ્રત્યેક હિંદીએ મેદાને જંગ તરફ કૂચ કરવાની. સ્વાધીનતાની દેવીને એના પૂજારીઓએ શેણિતતર્પણથી પ્રસન્ન કરવાની છે.”
“ઉત્સાહનાં પુરે રેલાઈ રહ્યાં છે. અમે તે કામ આડે માથું જ ઊંચું નથી કરી શક્તા. પી. બહુ જ મોડા ઘેર આવે છે-કોઈ વાર તે રાતના એક બે વાગ્યે. સવારે સાત વાગ્યે એ ઘેરથી નીકળી જાય છે. સુભાષબાબુ નાન આવવાના છે. એમને માટે સામેવાની તૈયારીઓ કરવાની છે. અહીં પરિષદ થશે અને એ પરિષદમાં એ વિધિપૂર્વક આગેવાનીને સ્વીકાર કરશે. પરિષદ માટેની તૈયારીઓ પણ તડામાર ચાલે છે. હું શણગાર-સમિતિમાં છું. ગાંધીજીનું એક મોટું ચિત્ર અમે મેળવ્યું છે. પરિષદની કાર્યવાહી એ ચિત્રની મંગળ છત્રછાયા નીચે થશે. ઉપરાંત ફેજની કવાયત જવાની છે. હાથમાં રાષ્ટ્રીય ધ્વજ લઈને હિંદમાતા ઊભી હોય એવું એક ચિત્ર કરવામાં આવ્યું છે. ફિજ એને સલામી આપશે. સજાવટ સાદી પણ સટ રીતે કરવાની અમારી ધારણા છે. નકામે ઠઠારો કહેવાય એવું કશું પણ નહિ.
જન રૂ ૧૯૩ સુભાષબાબુ આજે આવી ગયા. સ્ત્રીઓ, પુરુષો અને બાળકનું કીડિયા ઊભરાયું હતું. એમના સામૈયામાં પ્રેમ અને આદરને આવડે પ્રચંડ ધેધ ! માનવસાગર ઊમટયો હતો. હિંદીઓ, મલાયાવાસીઓ, ચીનાઓ, જાપાનીઓ. મહાન ક્રાન્તિવીરની એક ઝાંખીને કાજે હૈયેહૈયાં દળાઈ રહ્યાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com