________________
જય હિન્દ
ખાતરી આપું છું. હિંદના હિતથી વિરૂદ્ધ હશે અથવા હિંદી જનતાની ઈચ્છાની પ્રતિળ હશે એવું કશું પણ અમારે હાથે થવા નહિ પામે. એ બાબત નિશ્ચિત્ત રહેજે... આપણું તમામ શક્તિઓને સફળ અને સચોટ રીતે એકસૂત્રે સાંધવાના ઇરાદાથી હું આઝાદ હિંદની એક આઝાદ હકુમત કાયમ કરવા માગું છું. આપણા પિતાના જ પ્રયત્ન અને આપણી પોતાની જ કુરબાનીને પ્રતાપે આઝાદીને હાંસલ કરીને આપણે એક એવી શક્તિ પેદા કરીશું કે એ આઝાદીને આપણે સદાકાળ સાચવી શકીએ-સુરક્ષિત રાખી શકીએ. આપણું અંતિમ વિજય બાબત મને સંપૂર્ણ શ્રદ્ધા છે. છતાં ય એક ચેતવણી હું તમને સૌને આપવા માગું છું. દુશ્મનોની તાકાતને ઓછી આંકવાની ભૂલ ના કરતા અને નાનામોટા અનેક પરાજયોને માટે તૈયાર રહેજે. આપણું સામે એક તુમુલ યુદ્ધ પડયું છે. કારણ કે દુશ્મન તાકાતબર છે. બે–હયા અને કાતિલ છે. બેરહમ છે. આઝાદીની આ અંતિમ કૂચ દરમિયાન, તમારે ભૂખ, તરસ, કંગાલિયત, શરીરના સાંધે સાંધાને છૂટાં પાડી દે એવી દેડધામ અને મૃત્યુને સામને કરવો પડશે. આ અગ્નિદિવ્યમાંથી અણીશુદ્ધ બહાર આવશે ત્યારે આઝાદીની વરમાળાના અધિકારી બનશે. તમે એ કરી શકશે એ બાબત મને રાઈ જેટલીયે શંકા નથી. તમારા ગુલામ અને કંગાળ દેશમાં તમે આઝાદી અને માબાદી આણી શકશે એવી મારી શ્રદ્ધા છે...'
જુલાઈ ૫, ૪૩ ટાઉન હોલ સામે ફોજની કવાયત હતી. આપણે સૈનિકોએ પિરસથી ગજ ગજ ઊછળતી છાતીઓ સાથે કચ કરી બતાવી. મેં આખું દૃશ્ય મંચ ઉપરથી જોયું. રાષ્ટ્રીયગીત ગાનારી છોકરીઓમાં એક હું હતી. જ્યારે નેતાઓને સલામી આપતાં આપતાં અમારી આંખો આગળથી એ કૂચકદમ પસાર થઈ ત્યારે નેતાજીને માટે જલતી ભક્તિભાવની જ્યોત પી.ની એની આંખોમાં દીઠી. એનાં વિદ્યુત કિરણે સૌએ મંચ ઉપર અનુભવ્યાં. આપણું દેશની સ્વાધીનતાને ખાતર લોહીનું છેલ્લું ટીપું આપવા તેઓ તત્પર છે, પી. અને એની પલટણના બધાય. જેશ અને ઉત્સાહના એમની છાતીમાં ભડકા બળે છે. સૌથી વધુ ધ્યાન ખેંચે છે એક વાત. નાની નાની અનેક ખટપટે હરહમેશ ખદબદ્યા: કરતી તે નેતાજીના વ્યકિતત્વના પશે અદશ્ય થઈ ગઈ છે. કાગડાઓનું નામનિશાં નાબૂદ થયું છે. નેતાજીએ અમારી કાયાપલટ કરી નાખી છે. અમને પિતાને જ લાગે છે કે અમે..અમે નથી રહ્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com