________________
આઝાદીની ઉષા
છે. હિંદની અંદરના આપણા હમવતનીઓ આપણી પાસેથી બે પ્રકારની સહાથતા માગતા હતાઃ નૈતિક અને ભૌતિક. પહેલું તે એ કે તેમને વિજય એ નિશ્ચિત વસ્તુ છે એવી નૈતિક હિંમત, તેમના અંતરમાં સરજવી જોઈએ. બીજું, બહારથી તેમને લશ્કરી મદદ આપવી જોઈએ.
“આજે હવે એ વખત આવી ગયો છે કે જ્યારે હું જાહેર રીતે આખા જગતને અને આપણું દુશ્મનેને સુદ્ધાં કહી શકું છું કે આપણે આપણું રાષ્ટ્રીય સ્વાધીનતા કયા માર્ગે સિદ્ધ કરવા માગીએ છીએ. હિંદ બહારના હિંદીઓ, ખાસ કરીને પૂર્વ એશિયાના હિંદીઓ, એક એવી જનું સંગઠન કરશે કે જે હિંદમાંનાં બ્રિટિશ સૈન્ય ઉપર આક્રમણ કરવા જેટલી શક્તિશાળી હશે. આપણે
જ્યારે એમ કરીશું, ત્યારે હિંદમાં કાતિ સળગી ઊઠશે. ફક્ત પ્રજાકીય કાતિ જ નહિ, પરંતુ બ્રિટિશ વાવટા નીચે જે અત્યારે લડી રહ્યું છે તે હિંદી સૈન્યમાં પણ. બ્રિટિશ હકુમત ઉપર જ્યારે આમ બંને બાજુએથી આક્રમણ થશે –હિંદ બહારની અને હિંદની ધરતી ઉપર-ત્યારે એના ભુકા બેલશે–અને ત્યારે હિંદી પ્રજા નષ્ટ થયેલી પિતાની સ્વાધીનતાને પુનઃ પ્રાપ્ત કરશે.
“મારી યોજના પ્રમાણે તે, ધરી રાજ્યનું હિંદ પ્રત્યે કેવું વલણ છે અથવા રહેશે એ પ્રશ્ન અગત્યને રહેતા નથી. હિંદ બહારના અને હિંદની અંદરના હિંદીઓ જે પિતાની ફરજ પૂરેપૂરી બજાવશે, તે બ્રિટનની ગૂંસરીને દૂર કરીને ૩૮ કરોડ જેટલી હિંદી જનતાને મુક્ત કરવી એ શકય બનશે. દસ્તે, પૂર્વ એશિયાના ત્રીશ લાખ હિંદીઓને યુદ્ધનાદ, “સર્વસ્પર્શી યુદ્ધને માટે સર્વસ્પર્શ તૈયારી”-એ જ છે. આ સર્વસ્પર્શ તૈયારીના એક અંશ રૂપે હું તમારી પાસેથી ત્રણ લાખ સૈનિકો અને ત્રણ કરેડ ડોલરની માગણી કરું છું. મારે વીર નારીઓ પણ જોઈએ છે. ૧૮૫૭ માં, હિંદના પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં, ઝાંસીની રાણીએ જેમ શમશેર ઉપાડી હતી, તેમ શમશેર ઉપાડે અને મૃત્યુને પડકારે એવી વરનારીઓની ઓછામાં ઓછી એક સેના તો મારે જોઈએ છે.
“હિંદમાં આપણા દેશબાંધો ઉપર અત્યારે દુશ્મનની ભીંસ પ્રચંડ છે. તેમને અત્યારે જરૂર છે, તેમની એ ભીંસને હળવી બનાવે અને તેમના સંગ્રામને સહાયરૂપ થઈ શકે એવા બીજા મોરચાની. પૂર્વ એશિયામાં તમે સુસજજ અને સુસંગઠિત બને, અને હું તમને વચન આપું છું કે, એ બીજો મેર હું તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com