________________
આઝાદીની ઉષા આપણી બહેનોએ પિતાના ભાઈઓની પડખેપડખે રહીને, તેમની યાતનાઓમાં ભાગ ન પડાવ્યા હોય. ખાધાપીધા વગર ગામેગામ ફરવાનું હોય, એક પછી એક એમ અનેક સભાઓમાં ભાષણ આપવાનાં હોય, બારણે બારણે આઝાદીને પગામ પહોંચાડવાનો હોય, ચૂંટણી જંગ લડવાના હોય, સત્તાધીશેની આજ્ઞાઓ અને પિલીસના લાઠીમારને ઠોકર મારીને સરઘસો કાઢવાં હેય...કે કારાગાર, યાતનાઓ, અપમાને અને આઘાતે વેઠવાનાં હેય-આપણી બહેને કયાં કહેતાં
ક્યાં ય, રાષ્ટ્રીય જાગ્રતિના કઈ પણ ક્ષેત્રમાં પાછી પડી નથી, કે નથી મળી સાબિત થઈ ! ક્રાતિના ગુપ્ત આજોલનોમાં પણ આપણું વીર બહેનેએ મહત્વને ભાગ ભજવ્યો છે. જરૂર પડયે ભાઈઓની પેઠે તેઓ પણ બંદૂક ઉપાડી શકે છે એ તેમણે પુરવાર કરી બતાવ્યું છે.
આજે હું તમારામાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છું, કારણ કે હું જાણું છું કે તમે ધારે તે શું કરી શકે છે. કેઈ પણ જાતની અતિશયોક્તિ કર્યાની બીક વગર જ કહું છું કે જગતમાં એવી કોઈ યાતના નથી જેને આપણું બહેને ખામોશીથી સહન ન કરી શકે.
ઈતિહાસ આપણને શીખવે છે કે પ્રત્યેક સામ્રાજ્ય માટે જેમ ઉદય નિર્માણ થયેલ હોય છે તેમ અસ્ત પણ નિર્માણ થયેલ હોય છે. જગતના પટ ઉપરથી અસ્ત થવાનો સમય બ્રિટિશ સામ્રાજ્યને માટે હવે આવી પહોંચ્યો છે.
ગતના આ ભાગ ઉપરથી એ સામ્રાજ્ય કેવી રીતે ભૂંસાઈ ગયું છે તે આપણે આપણી સગી આંખે જોયું છે. જગતના બાકીના ભાગ ઉપરથી, હિંદ ઉપરથી, પણ તે ભૂંસાઈ જશે..!
આ સભામાં, અથવા અન્યત્ર એવી કઈ બહેન હોય કે જેને બંદૂક ઉપાડવાનું કામ સ્ત્રીઓને માટે અનુચિત લાગતું હોય તે એને હું એક જ વાત કહીશઃ ઈતિહાસને અભ્યાસ કરી જુઓ. ભૂતકાળમાં આપણું બહેને એ શું કર્યું છે? ૧૮૫૭ની ક્રાનિતમાં ઝાંસીની રાણીએ શું કર્યું? ઉઘાડી તલવારે રણખાર ઉપર અસવાર થઈને પિતાના સૈનિકોની મોખરે એ મેદાને પડેલી. આપણુ દુર્ભાગ્યે, એ નિષ્ફળ નીવડી. એને પરાજય થયું અને એની સાથે સાથે આપણે, આખી પ્રજાનો પરાજય થયો. પણ ૧૮૫૭માં એ મહાનારીએ જે કાર્ય આરંભ કર્યો હતો તેને હવે આપણે ચાલુ રાખવાનું છે અને પૂરું કરવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com