________________
જય હિન્દ આજથી એક વરસ પહેલાં આગાખાનના બંગલાની જેલમાં, મહાત્માજીના મંત્રી શ્રી. મહાદેવભાઈનું અવસાન થયું એને ઉલ્લેખ સુભાષબાબુએ ભાવનાભરપૂર શબદોમાં કર્યો. મહાદેવભાઈની સાથે પરિચયમાં આવેલ એક ગુજરાતી વેપારીએ એમની કુરબાની અને એમના ગાંધીજી પ્રત્યેના ભક્તિભાવનું સવિસ્તર વર્ણન કર્યું. મહાત્માજી અને મહાદેવભાઈ વચ્ચેના સંબંધને એમણે જનસન અને બેઝલના સંબંધ જેવો ગણુળ્યા. મહાદેવભાઈના અવસાનને પણ હિસાબ માગવો પડશે. ચલો દિલ્લી..
ઓગસ્ટ ૨૫, ૧૯૪૩ આજે નેતાજીએ ફેજની સિપેહસાલારી વિધિપૂર્વક લીધી. આજના દિવસ, એ પ્રસંગને અનુલક્ષીને એમણે આપેલું શાસન ખરેખર એક ભવ્ય ઈતિહાસબલ જેવું છે.
હિંદી સ્વાતંત્ર્યની લડતના અને આઝાદ હિંદ ફોજના હિતમાં મેં આજે ફાજનું સિપેહસાલારપદ મારા હાથમાં લીધું છે.
“મારે માટે એ અભિમાન અને આનંબે વિષય છે. હિંદના સ્વાધીનતારચના સેનાપતિપદ કરતાં વધુ માનભર્યું પદ કોઈ પણ હિંદીને બીજુ કયું મળી શકે !
હું મારી જાતને મારા ૩૮ કરોડ દેશબંધુઓની ખિદમતગાર સમજું છું.
હું મારી ફરજોને એવી રીતે અદા કરીશ કે જેથી મારા એ ૩૮ કરોડ ભાઈબહેનેનું હિત સુરક્ષિત રહે; અને એકેએક હિંદવાસીને મારા ઉપર સંપૂર્ણ ઇતબાર રાખવા માટે પૂરતાં કારણે મળી રહે. હિંદની આઝાદ ફોજની રચના વિશુદ્ધ રાષ્ટ્રવાદ, સંપૂર્ણ સાયભાવના અને નિષ્પક્ષતાના પાયા ઉપર જ થઈ શકે.
આપણી મા-ભોમની મુક્તિ માટેની હવે પછીની લડતમાં આઝાદ હિંદ જે અતિ મહત્વનો ભાગ ભજવવાનું છે. એ ભાગ એ ભજવી શકે તેટલા ખાતર, આપણે આપણી જાતને એક જના રૂપમાં સુસંગઠિત કરવાની છે. એ રોજનું લક્ષ્ય એક જ હાયઃ હિંદની આઝાદી, એ ફેજને નિશ્ચય એક જ હેપઃ માતાની મુક્તિને માટે મરી ફીટવું. આપણે ડેરાતંબુ નાખીને પડયા હેયાએ ત્યારે એ જ એક લોખંડી દુગની પિકે આપણું જતન કરે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com