________________
આઝાદીની ઉષા
એમજ ૧૦, ૧૯૪૨ ૯મી ઑગસ્ટ, મલાયા અને પૂર્વ એશિયાને ખૂણે ખૂણે સેંકડ સભાઓ થઈ. હિંદી કાતિને દિન આ તરફના હિંદીઓએ ધામધૂમભેર ઊજ. - નાનમાં અમે એક જબરદસ્ત સભા ગોઠવેલી. ગાંધીજી, જવાહરલાલ અને સરદાર વલ્લભભાઈના ફેટાગ્રા પણ મૂક્યા હતા.
એકટ ૧૫, ૧૯૪૭ આજ ફરેર પાકમાં નેતાજીને સાંભળવા માટે ત્રીસ હજાર માણસની મેદની ઉમટી હતી. નેતાજી બોલવા ઊભા થયા ત્યારે “આઝાદ હિંદ ઝિન્દા બાદ”ની ગર્જનાઓથી આકાશ ભેદાઈ ઊઠયું.
એમણે કહ્યું “હિંદમાંથી બ્રિટિશરેએ ચાલ્યા જવું જોઈએ એવી માગણી કર્યાના અપરાધ બદલ, મહાત્માજીને કારાવાસમાં ધકેલવામાં આવ્યા તેને આજે એક વરસ પૂરું થયું. તે દિવસથી, સત્યાગ્રહ અને ભાંગફોડ–બને પ્રવૃત્તિઓ એવા ને એવા જોશથી અવિરતપણે ચાલ્યા કરે છે. પણ આઝાદી હજુ આપણે મેળવી શક્યા નથી; અને હિંદ-બ્રહ્મદેશ સરહદ ઉપર બીજે મેર શરૂ કરીને બ્રિટિશ હિંદી લશ્કરને તેમ જ હિંદી પ્રજાને બ્રિટિશરે અને તેમના સાથીઓ સામે ઉધાડ અને સશસ્ત્ર બળ જમાડવાની હાકલ નહિ પાડી શકાય ત્યાંસુધી મળશે પણ નહિ.
“આજના આ સમારંભમાં આટલા બધા મુસલમાન ભાઈઓને જોઈને મને ખૂબ આનંદ થાય છે. એમણે મારું જે સ્વાગત કર્યું છે અને આઝાદીના આન્દોલનને માટે જે થેલીની ભેટ કરી છે તેને માટે હું તેમનો આભાર માનું છું. આખી દુનિયા અને ખાસ કરીને આપણું દુશ્મને આ વાતની નોંધ લે કે કેમ કે મઝહબને કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય પૂર્વ એશિયાના સમગ્ર હિંદીઓ આજે એમના માદરેવતનની આઝાદી માટે મરી ફીટવાને સંકલ્પ કરીને જ ખડા છે.”
નેતાજીએ જાહેર કર્યું છે કે આવતા બે મહિના દરમ્યાન, આપણી જને એક સારે એવો ભાગ બ્રહ્મદેશને પશે અને ત્યાંથી હિંદને પશે વળી ચૂક હશે. હિંદ સ્વાતંત્ર્ય સંધનું મુખ્ય મથક પણ હવે રંગૂનમાં જશે એટલે, મારે અને પી. એ હવે અહીંથી ડેરાતંબુ ઉપાડવાના. અમે તૈયાર જ છીએ, નેતાજી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com