________________
આઝાદીની ઉષા
શબાના હાથ, પગ કે બીજા અંગે ઉપર ઉજાણી કરી રહ્યા હોય એવાં જે મેં મારી આંખોએ જ દીઠાં છે. ઊંદરે, ખેતરમાં હોય છે એવા જાડા મોટા ઊંદર, રાજમાર્ગો ઉપર ધસી આવ્યા હતા ઘરોનાં ભંડકિયામાંથી. રાજમાર્ગો ઉપર નિરાંતનું ભેજન આરોગતા; અને ખંડેર બનેલ ઇમારતમાં વાસ કરવા માટે જ જાણે તેઓ નીકળી આવ્યા હતા. દુકાનો તે ધણીખરી બંધ થઈ થઈ હતી. બજારમાં કશું જ ખરીદવું અશકય હતું.
આ ઉપરાંત હતા રે, ભગવાન જાણે એટલા બધા એક સાથે કયાંથી આવી પડ્યા ! પોલીસને તે કયાંય પત્તો જ નહોતે. ગુંડાઓની ટોળીઓએ શહેરના કેટલાક વિભાગ ઉપર તે જાણે કબજે જ કરી લીધો હતો. બહાર નીકળવું મુશ્કેલ હતું, મછવાઓ બંધ હતા. ભંગીઓ પણ ચાલ્યા ગયા હતા... અને દરેક ઘરમાં ગંદવાડના ઉકરડા ડુંગર ઊંચે ને ઊચે થતો જતે હતે. અને અમને લાગતું હતું કે અમે સદેહે જ નરકમાં ઊતરી આવ્યાં હતાં ! ખરાબમાં ખરાબ વાત તે એ હતી કે લોકોને મદદ આપવા માટે સરકાર જેવું કશું હતું જ નહિ. બ્રિટિશરે એક ખૂણામાં સંતાઈ ગયા હતા. કોઈ સાથે હળતા ભળતા નહિ. રિવરે અને બંદૂકાથી પોતાનું રક્ષણ કરતા અને બની શકે તેટલી ખાધાખોરાકીની ચીજો હાથ કરીને કબજે રાખતા. ત્રીજે દિવસે શહેર ખાલી કરવાનું નક્કી થયું પણ એક પણ એશિયાવાસીને પેનાંગ છોડવાની રજા ન મળી. સ્થાનિક લશ્કરી ખાતાઓ અને સરકારે જાહેર કર્યું કે શુદ્ધ શેણિતવાળા બ્રિટિશરોને જ ફક્ત જવા દેવામાં આવશે. યુરેઝિયનેને પણ નહિ. અગ્રજ ગૃહસ્થાને પરણી હોય એવી અનેક યુરેઝિયન બહેનેને હું ઓળખું છું. એમાં શ્રીમતી બી. મારો મિત્ર હતાં. એમને વર ચાલ્યો ગયો એમને છોડીને. એમને જવાની છૂટ નહતી. કારણ કે એ યુરેઝિયન હતાં. આ ઘટનાએ અમારી સૌની આંખ ઉઘાડી, હિંદીઓની, ચીનાઓની, મલાયાવાસીઓની, અને યુરેઝિયનની સુદ્ધાં ! ન્યાય, પ્રજાતંત્ર અને સમતાની બધી વાત એ ફક્ત માયા હતી, અમને છેતરવા પૂરતી. જાપાનીઓ અમારા ઉપર અધમમાં અધમ પ્રકારના અત્યાચાર ગુજારે એવા છે એવું જાણવા છતાં એ લેકે ચાલ્યા ગયા.” | મલાયાના ઘણાંખરાં સ્થળાની આ જ કહાણી છે! સામ્રાજ્યના કાકા બોલી રહ્યા હતા એવે ટાણે બ્રિટિશ માલિકે પિતાનું સાચું પોત પ્રગટ કરી
૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com