Book Title: Jai Hind
Author(s): Vitthalbhai K Zaveri, Soli S Batliwala
Publisher: Janmabhumi Prakashan Mandir

View full book text
Previous | Next

Page 74
________________ હુકૂમત–એ–આઝાદ હિંદ આજના દિવસ મહાન છે. હિંદુ સ્વાતંત્ર્ય સંધ તરફથી ખેલાવવામાં આવેલી ઐતિહાસિક પરિષદમાં આખા પૂર્વ એશિયાથી આવેલા પ્રતિનિધિએ હાજર હતા. ડાઈ ટાઆ ગેકીને ખાતે સવારના સાડા દશ વાગે પરિષદનું કામકાજ આરંભાયું. શ્રી. આરે. સ્વાગતભાષણ વાંચ્યું અને કર્રલ સી.એ મંત્રીને હેવાલ વાંચી સંભળાવ્યા. પછી નેતાજી મચ ઉપર આવ્યા અને દોઢ કલાક સુધી એમણે એક પ્રાણવાન અને પ્રેરક પ્રવચન કર્યું. હારા માનવીઓની વિરાટ મેદનીને એમણે મંત્રમુગ્ધ કરી નાખી. આઝાદ હિંદની કામચલાઉ સરકાર સ્થાપવાનું મહત્ત્વ એમણે હિંદુસ્તાનીમાં સમજાળ્યુ. શ્રી. સી.એ એને તામિલ ભાષામાં અનુવાદ કર્યાં. એ વિશાળ ખંડમાં જ્યારે નેતાએ હિંદને વફાદાર રહેવાના શપથ લીધા ત્યારે દિ' અને ખુલંદ હર્ષનાદોના પડછંદાથી એ આખા યે ઓરડે ગાજી રહ્યો. એક વખતે તે એમના ક્લિમાં ઊમિના એવા આવેગ આવી ગયા કે મિનિટા સુધી એ ખેાલી જ શકયા નહિ...અને એમના અવાજને એ આવેગે કઠમાંથી બહાર જ નીકળવા ન દીધા. એ શપથના એકેએક શબ્દ અને એ પ્રસ ંગની ગંભાર પવિત્રતાએ એમના ઉપર કેટલી ઊંડી અસર પાડી હતી એ એકાએક ઉછળી આવેલી એ જબ્બર લાગણીથી દેખાઇ આવી. ડીકમાં ખુલદ અને ઘડીકમાં મુલાયમ બનતા, પણ સતત મક્કમ રહેતા અવાજે એમણે નીચે મુજબ વાંચ્યું: ઇશ્વરને નામે. હું આ પવિત્ર સોગન લઉં છું કે, હિંદુ અને મારા આડત્રીસ કરોડ બાંધવાને મુક્ત કરવા માટે હું, સુભાષચન્દ્રાઝ, મારા વનના અંતિમ શ્વાસ સુધી, આઝાદીના ધ યુદ્ધને ચાલુ રાખીશ” અને અહીં એ થભી ગયા. એમ લાગ્યું કે, જાણે એમનાથી નહિ રહેવાય, ઊર્મિના ભારથી એ રડી પડશે. અમે બધાં, એક એક જણુ, એ સેગને શબ્દે રાખ્ત, એમની સાથે જ, મનમાં ખેલતાં જતાં હતાં. અમે બધાં આગળ નમેલાં હતાં. નેતાજીની વજ્ર સમી પ્રતિમાને જાણે શારીરિક રીતે સ્પર્શ કરવાની કાશિશ ન કરતાં હાઈએ! સાંભળનારાં બધાં જ, જાણે એમના વ્યકિતત્ત્વમાં ભળી ગયાં હતાં. સાય પડે તો પણ સંભળાય એવી શાંતિ વ્યાપેલી હતી. ખીડેલા હાઠ, ખંધ કરેલી આંખો અને ઉત્કંઠાથી ભરપૂર દેહે અમે, એ, નિજની ઊર્મિના આવેગ ઉપર વિજય મેળવે એની રાહ જોઇ રહ્યાં. ઘેાડીવારમાં જ મંગલ, ગંભીર સ્વરે એમણે ખેલવાનું શરૂ કર્યું. ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152